પાગલની સેવા એજ પ્રભુસેવા માનનાર સુરતના પરેશભાઈ ડાંખરા

ઘરમાં એક વ્યક્તિ અસ્થિર મગજની હોય તો પરિવારજનોને બોજ લાગે અને તેનો ઉછેર કરવો મુશ્કેલ બની જતો હોય છે. ત્યારે વરાછાના હીરાદલાલ પરેશભાઈ ડાંખરા ગાંડાઓની સેવાને સર્વસ્વ માને છે. પરેશભાઈ સાથે 20 જેટલી અસ્થિર મગજની વ્યકિતઓ રહે છે. ડાંખરાદંપતી માટે તેમની સેવા એજ પ્રભુસેવા છે.

31 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પરેશભાઈ ડાંખરાએ જણાવ્યું હતું કે બાળપણમાં હું જ્યારે ધોરણ ત્રણમાં ભણતો હતો ત્યારે ગાંધીજીનું વેષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે આ શબ્દો મારા મન પર અસર કરી ગયા હતા. હું વૈષ્ણવ બન્યો અને મારા ગામમાં એક દલિત અને એક ભંગી પરિવારની વ્યક્તિ પાગલ હતી. તેમને સમજાવવા, તેમની સારવાર કરવા જે તેમના પર ત્રાસ ગુજારવામાં આવતો એ મારાથી જવાતું નહીં. આ લોકોને હું કઈ રીતે મદદરૂપ થાવ એ વિચારો મગજમાં ઘુમ્યા કરતા હતા.

મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામના વતની પરેશભાઈ સવજીભાઈ ડાખરાએ કહ્યું, ખૂબ નાની ઉંમરમાં હીરાના વ્યવસાય માટે સુરત આવી ગયો હતો. હીરાનો વેપાર પણ સારો ચાલતો હતો, એટલે અવારનવાર સુરતથી મુંબઈ સહિતનાં શહેરોમાં જવાનું થતું હતું. નાની ઉંમરમાં સારીએવી કમાણી થતી હતી. નામ પણ સારું બની રહ્યું હતું. એવામાં એકવાર ટ્રેનમાં મુંબઈ જતાં એક મંદબુદ્ધિની દીકરી ટ્રેનમાં હતી. એ તેની મસ્તીમાં હતી. મેં તેને ફેરિયા પાસેથી અલગ અલગ વસ્તુઓ આપી, પણ ન લીધી. આખરે 10ની નોટ આપી તો એના પણ કટકા કરી નાખ્યા. પછી થયું કે સારાને તો સહુ બોલાવે, આ લોકોને સાચવવા જોઈએ તેવા સંતોના વિચાર બાળપણમાં મળ્યા હોવાથી માનસિક દિવ્યાંગોની સેવા કરવાનું નક્કી કર્યું..

10 વર્ષની ઉમરે સુરત આવી હીરાના ધંધામાં લાગ્યો. ભગવાનની કૃપાથી ખૂબ કમાયો. સદનસીબે મારાં લગ્ન થયાંતે પત્ની પણ એવી મળી કે મારા વિચારો તેમને ગમ્યા. આજે મારી સફળતા તેમને આભારી છે કારણ કે પાગલ વ્યક્તિઓને રહેવા-જમવાનો કોઈ મેળ ન હોય તેમને નવડાવવાથી લઈને ગંદકી સાફ કરવી બધું જ કામ જાતે કરવાનું હોય છે. આજે નવ લેડીઝ છે, બધાંને નવડાવવા, જમાડવા, કપડાં ધોવાં, વાળ કાપવા, નખ કાપવા બધાં જ કામ મારી પત્ની હંસા ડાંખરા કરે છે. જેન્ટસ હોય તે બધાનું કામ હું મારી જાતે કરુછું. વર્ષો સુધી અમારા નજીકના સ્નેહીજનો આ પ્રવૃત્તિને અમારું પાગલપન સમજતાં, પરંતુ આજે સમાજના મોટા-મોટા લોકો તરફથી અમને સહકાર અને પ્રોત્સાહન મળી રહ્યું છે એ જોતાં લાગે છે કે અમે જે કરીએ છીએ એ પ્રભુને ગમતું હશે.

વરાછા બરોડા પ્રિસ્ટેજમાં પતિત પાવન આશ્રમ નામથી સંસ્થાના સંચાલક પરેશભાઈ દરરોજ અસ્થિર મગજની બહેનોને લઈને લટાર મારવા નીકળે, તેમને બધું બતાવે, પોષ્ટીક આહાર જમાડે અને ખૂબ જ પ્રેમથી પરિવારના સદસ્યની માફક વ્હાલ કરે. એક વાક્યમાં કહેવું હોય તો આ લોકો ભલે કાંઇ સમજતા ન હોય, પરંતુ પ્રેમની ભાષા જરૂર જણે છે. સુરતમાં આવીને ખૂબ કમાયા પછી આ સેવાનો લાભ અમને મળ્યો છે તેથી અમારી જાતને ખુશ નસીબ સમજીએ છીએ, અમારી કમિટી અમારા સાથીદારો અને સમાજના આગેવાનો દ્વારા અમને મળતું પ્રોત્સાહન અમારી અંદર પ્રાણ પૂરે છે.

માનસિક દિવ્યાંગો માટે ધૂણી ધખાવીને બેઠેલા પરેશભાઈએ કહે છે, અમને લોકોનો પણ ખૂબ સહયોગ મળે છે. રસ્તા પર દિવ્યાંગોને લઈને નીકળીએ ત્યારે લોકો સામેથી પોતાની શક્તિ પ્રમાણે આપી જાય છે. સામાન્ય ગરીબ અને મધ્યમવર્ગના લોકો પોતાનાથી અપાય તેટલું આપે છે. અમે કોઈ પાસે માગવા જતા નથી.

પરેશભાઈએ વધુમાં કહ્યું, છેલ્લા 3 દાયકાથી માનસિક દિવ્યાંગો સાથે રહું છું. એકપણ ખરાબ અનુભવ થયો નથી. અમે જેટલો પ્રેમ કરીએ એનાથી માનસિક દિવ્યાંગો અમને વધુ પ્રેમ કરે છે. અમારા વગર તેઓ જમતા પણ નથી. ઘણા લોકો સાજા થઈને પોતાના ઘરે પણ ગયા છે. ઘણા નવા સભ્યો પણ મળ્યા છે. અમુક સભ્યો તો 25 વર્ષ કે તેનાથી પણ વધુ સમયથી અમારી સાથે છે.

આજે રૂપિયા કમાવાની દોડમાં દરેક વ્યક્તિ છે, પરંતુ કોઈને એ નથી ખબર કે સંપત્તિને વાપરવાનો સાચો માર્ગ કયો છે. ત્યારે અમને સૂઝયો, અમે તેવા દિવ્યાંગોની સેવા કરવાના માર્ગે સંપત્તિ વાપરીએ છીએ. ભગવાન જે આપે છે એ માત્ર આપણા માટે નથી હોતું, તેમ ઉમેરતાં પરેશભાઈ કહે છે, એને વાપરવાનો સાચો માર્ગ કયો એ જાણવાની મથામણમાં આ માર્ગે થાય એટલી સેવા કરી રહ્યા છીએ.

આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો