શું તમે બાળકને ટોક ટોક કરો છો? તો ના કરતા, આવશે આવું પરિણામ

પેરેન્ટિંગને આપણે બહુ હળવાશ લઇને છીએ પરંતુ પેરેન્ટિંગ બહુ સેન્સેટિવ સબ્જેક્ટ છે. પેરેન્ટસનું થોડું પણ ગલત વર્તન તેના બાળકના વ્યક્તિત્વ પર બહુ વિપરિત અસર ઉભી કરે છે. તો બાળક સાથે માત-પિતાએ બહુ સમજદારી પૂર્વક વર્તન કરવું પડે છે. આજકાલના બાળકો ખૂબ જ સ્માર્ટ બની ગયા છે. જો બાળકો સાથે સતત ગલત બિહેવિયર કરવામાં આવશે તો બાળકના વ્યક્તિત્વ પર તેની ચોક્કસ નેગેટિવ અસર પડશે. મોટાભાગના પેરેન્ટસને એવી આદત હોય છે કે તે સતત બાળકને ટોક-ટોક કરે છે. જો આપ પણ બાળક સાથે આવું કરતાં હો તો તેની બાળક પર પડતી નકારાત્મક અસર પણ જાણી લો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

-લઘુતાગ્રંથિ
જો તમે બાળકને સતત ટોક ટોક કરશો તો તે બાળકમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળશે, બાળક જાતે કંઇ કામ કરવા પ્રેરાય તો માતાપિતા કાંતો તેમને શરૂઆતમાં જ ટોકી દે છે અથવા તો કામ દરમિયાન સતત ટોક-ટોક કરીને સૂચનનો મારો ચલાવશે, આવું કરવાથી બાળક જાતે કંઇ પણ કરવાનું ધીરે ધીરે છોડી દેશે. બાળકને એવું ફીલ થાય છે કે હું જે કરૂ છું તેમાં બહુ બધી ખામીઓ હોય છે. પેરેન્ટસ બાળકના કામને બિરદાવવાની બદલે જો સતત તેમની ભૂલોને પોઇન્ટ આઉટ કરશે તો બાળકના માઇન્ડમાં એવી ગ્રંથિ બંધાઇ જશે કે તે કંઇ સારૂ નથી કરી શકવાનો આવી માનસિકતાને કારણે બાળકમાં લુઘતાગ્રંથિનો ભાવ પણ આવે છે. જે આગળ જતાં બાળકના વ્યક્તિત્વના વિકાસમાં અવરોધક બને છે.

– મૌલિકતા રૂંધાશે
બાળકને સતત ટોકવાથી તેની મૌલિકતા પણ રૂંધાશે,. જી હાં, બાળક જ્યારે તેમના સ્વતંત્ર વિચારથી કે કંઇ પણ કરવા જશે તો પેરેન્ટસ તેમને ટોકવાનું અને રોકવાનું ચાલું કરી દે છે, આવું બાળક પછી એવું અનુભવે છે કે તે જે પણ મૌલિક વિચારથી કાર્ય કરે છે તે યોગ્ય કે સારૂ નથી હોતું,. પેરેન્ટસનના આવા વર્તનને કારણે બાળક નિરાશ થઇ જાય છે અને બધું જ પેરેન્ટસ પર છોડી દે છે અને મૌલિક રીતે વિચારવાનું પણ છોડી દે છે.

– આત્માવિશ્વાસનો અભાવ
જો તમે બાળકને સતત ટોક ટોક કરશો તો તેમના લઘુતાગ્રિંથીની સાથે આત્મવિશ્વાસનો અભાવ પણ જોવા મળશે,  બાળક જ્યારે આત્મવિશ્વાસથી કંઇ કામ કરી રહ્યં હોય ત્યારે માતા પિતા તેમની ભૂલોને પોઇન્ટ આઉટ કરીને તેમને ધમકાવે છે.સતત આવું કરવાથી બાળકનો આત્મવિશ્વાસ ધીરે ધીરે ખત્મ થઇ જાય છે. માતા-પિતા તરફથી મળતા સતત નેગેટીવ સૂચનની અસર બાળકના માનસ પર બહુ વિપરિત થતી હોય છે,પેરેન્ટસના આવા વર્તનને કારણે તેનો આત્મવિશ્વાસ ખત્મ થઇ જાય છે પછી બાળક તેમની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ નહીં કરી શકે

– કોઈની હાજરીમાં ન ટોકો
પેરેન્ટસની હાજરીમાં બાળકને ટોકવાથી તેની ખૂબજ અવળી અસર પડે છે. ઘણીવાર પેરેન્ટસ બાળકને બધાની હાજરીમાં ટોક-ટોક કરે છે, તેનો ખરાબ પ્રભાવ પડે છે. બાળકની ખામીને અને ભૂલને દર્શાવી હોય તો તેમના મિત્રો કે અન્ય લોકોની હાજરીમાં નહી પરંતુ એકલા બોલાવી શાંતિથી સમજાવવા જોઇએ. અન્યની હાજરીમાં બાળકને ટોકવાથી તે વધુ નાનપ અનુભવે છે. આવા નાનપણના નેગેટિવ અનુભવ લોન્ગટર્મ સુધી બાળકના માઇન્ડ પર રહે છે. જેની તેમના વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ જ નેગેટીવ અસર પડે છે.

-બાળક ડરપોક બનશે
જે પેરેન્ટસ સતત બાળક પર સૂચનનો મારો ચલાવે છે. આવા બાળકોમાં સાહસ અને હિંમતનો અભાવ જોવા મળે છે.બાળકને સતત ટોક-ટોક કરવાથી તે ડરપોક બને છે.આવા બાળકો પછી પોતાના બળે કંઇ પણ કરવા માટે આગળ નથી આવતા. પેરેન્ટસને ખ્યાલ પણ નથી હોતો કે તેમના સૂચન અને ટોકવાની આદતની બાળકના કુમળા માનસ પર કેવી ગંભીર અસર પડે છે. આવું કરવાથી બાળકનું મનોબળ નબળું પડી જાય છે. મનની શક્તિ સૌથી મોટી શક્તિ છે. આ શક્તિથી જ માણસ ગમે તેવી પરિસ્થિતિમાં જીત હાંસિલ કરી દે છે તો  બાળક આ ઉંમરે જ જો મનથી હારી જશે તો આ તેમના વ્યક્તિત્વની બહુ મોટી બહુ ગંભીર ક્ષતિ હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો