રાજસ્થાનના બાડમેરમાં રામ કથા દરમિયાન વાવાઝોડું-વરસાદથી ટેન્ટ પડ્યો; 14થી વધુના મોત

રાજસ્થાન ખાતે આવેલ બાડમેર જિલ્લામાં ચાલતી એક રામકથામાં ભારે પવનના કારણે મંડપ ઉડવાની ઘટના બનવા પામી છે. રવિવારે સાંજે રામકથા દરમિયાન વાવાઝોડા તથા વરસાદને કારણે મંડપ ધરાશાયી થયો હતો. આ ઘટનાને પગલે રામકથામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો જીવ બચાવવા આમતેમ ભાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મંડપ ઉડવાની તથા ત્યારબાદ ધરાશાયી થવાની ઘટનાને પગલે 14 લોકોના મોત થયાં છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ થયાના પણ સમાચાર પ્રાપ્ત થયાં છે. દુર્ઘટના બાલોતરાના જસોલ વિસ્તારમાં ઘટી છે. આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો રાહત કામગીરી માટે દોડી આવ્યા હતા અને બચાવકાર્ય હાથ ધર્યું હતું.

મંડપ ધરાશાયી થવાની ઘટનાને પગલે ઘાયલ થયેલ તમામને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ તાજેતરમાં પ્રાપ્ત થયેલ વિગતો મુજબ વરસાદને કારણે ટેન્ટમાં વીજળી પણ ગૂલ થઇ ગઈ હતી.

સૂ્ત્રો અનુસાર, રવિવારે આંધી-તોફાનના કારણે જીલ્લાના જસોલ ગામમાં ચાલી રહેલી રામકથા દરમ્યાન લોખંડનો મંડપ પડી ગયો. મંડપ પડ્યા બાદ તેમાં કરંટ ફેલાઈ ગયો. આ દુર્ઘટનામાં મંડપ નીચે દબાવવાથી અને કરંટ લાગવાથી 14 લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનાના કારણે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાઈ ગયો છે. પોલીસ અને તંત્ર ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે.

મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

રાજસ્થાન ખાતે આવેલ બાડમેર જિલ્લામાં ચાલતી એક રામકથામાં મંડપ ધરાશાયી થવાન ઘટનાને લઇને મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વીટ કરીને દુ:ખ પ્રગટ કર્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યું કે,

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ દ્વારા સંવેદના કરી વ્યક્ત

રામકથા દરમિયાન અતિશય પવન તથા વરસાદને પગલે ધરાશાયી થયેલ મંડપની ઘટનાને પગલે પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આ ઘટના મામલે સંવેદના વ્યક્ત કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો