બેંગલુરુના પંચમુખી ગણેશ મંદિરમાં ઉંદર સાથે નહીં સિંહની સાથે કરવામાં આવે છે ભગવાન ગણેશની પૂજા

કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ભગવાન ગણેશજીનું સુંદર મંદિર છે, જેને પંચમુખી ગણેશ મંદિરના નામે ઓળખવામાં આવે છે. બેંગલુરુના હનુમતનગરમાં કુમારા સ્વામી દેવસ્થાનની પાસે પંચમુખી ગણેશ મંદિર આવેલું છે. મંદિરની પાસે જ વિશ્વકર્મા આશ્રમ પણ છે. આશ્રમના વિદ્યાર્થીઓ મંદિરમાં થતાં સમારંભોમાં સેવા આપતા હોય છે.

30 ફીટ ઊંચા ગોપુરમ ઉપર પંચમુખી ગણેશ વિરાજીત છે-

મંદિરના 30 ફીટ ઊંચા ગોપુરમની ઉપર ગણેશજીની પંચમુખી મૂર્તિનું બાંધકામ કરવામાં આવ્યું છે. તે સોનેરી રંગની છે. આ મૂર્તિ આ મૂર્તિના પાંચમાંથી 4 મુખ ચાર દિશામાં બનેલા છે અને પાંચમુ મુખ આ ચારેય મુખની ઉપર તરફ છે, આ પંચમુખી ગણેશ મંદિર ભગવાનું વાહન ઉંદર નથી, પણ અહીં ભગવાન ગજાનંદ સિંહની સાથે પૂજવામાં આવે છે. મંદિરનું બાંધકામ શ્રીચક્ર કમેટી દ્વારા 2007માં કરવામાં આવ્યું હતું. આ મંદિરની એક વિશેષતા એ પણ છે કે તેનું નિર્માણ શ્રીચક્રના આકારમાં કરવામાં આવ્યું છે.

ગણેશજીના 32 રૂપનું ચિત્ર છે-

મંદિરના ગર્ભગૃહમાં ભગવાન ગણેશના 32 રૂપોનું સુંદર ચિત્ર જોવા મળે છે. દર પૂનમે મંદિરમાં સત્યનારાયણ સ્વામીની પૂજા કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા, ચતુર્થી અને ગણેશ ચતુર્થીના તહેવારો ઉપર વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે.

જળકુંડમાં સિક્કા નાખવામાં આવે છે-

મંદિરની અંદર પણ 6 ફીટ ઊંચી ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, કાળા પત્થરની આ મૂર્તિ પણ પંચમુખી છે. આ મંદિર ગણેશજીના અન્ય મંદિરો કરતા એટલા માટે પણ અલગ છે, કારણ કે અહીં ભગવાનનું વાહન ભૂષક નહીં પણ સિંહ છે. સિંહની સાથે ભગવાન ગણેશના આ રૂપની પૂજા કરવાથી વ્યક્તિનો દંભ નષ્ટ થાય છે. મંદિરમાં એક નાનકડો જળકુંડ છે, જેના વિશે એવું કહેવાય છે કે લોકો પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે આ કુંડમાં સિક્કા નાખે છે જેથી તેમની દરેક ઈચ્છા ઝડપથી પૂર્ણ થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો