પંચમહાલના લાભી ગામે ‘ઉલટી ગંગા’: વહુના ત્રાસથી કંટાળી સાસુએ આપઘાત કરી લેતા ચકચાર મચી

પંચમહાલના શહેરા તાલુકાના લાભી ગામે 50 વર્ષીય સાસુએ વહુના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ મથક ખાતે મૃતકની દીકરીએ સગી ભાભી સામે ફરિયાદ નોધાવતાં પોલીસે 306 સહિતની કલમ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પંચમહાલના શહેરા તાલુકાના લાભી ગામ ખાતે રહેતા 50 વર્ષીય ધનીબેન કાળુભાઈ વણકરને તેમના છોકરાની વહુ જ્યોત્સના ગિરીશ વણકર સાથે કઈને કઈ બાબતે અવારનવાર તકરાર થતી હતી. ઘરે મહેમાન આવ્યા હોવાથી ધનીબેને છોકરાની વહુને ગાળો બોલવા માટે ના પાડતા બંને વચ્ચે બોલાચાલી સાથે ઝઘડો થયો હતો. વહુના ત્રાસથી 50 વર્ષીય સાસુ ધનીબેન વણકરે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું.

પોલીસ મથક ખાતે આ બનાવની જાણ થતા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી રાઠવા સહિતનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળ ખાતે આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વહુએ સાસુની હત્યા કરી હોવાનો આક્ષેપ મરણ જનારની દીકરીએ કરતા પોલીસે આ બનેલા બનાવની ઝીણવટભરી તપાસ ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ મથક ખાતે મૃતકની દીકરી વર્ષાબેને પોતાની સગી ભાભી સામે ફરિયાદ નોધાવતાં પોલીસે 306 સહિત અન્ય કલમ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે આ બનાવને લઇને મૃતકના પિયર પક્ષ દ્વારા આરોપી વહુના પિયર પક્ષ વચ્ચે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો