પંચમહાલમાં મહિલા TDO અને ત્રણ કર્મચારીઓને ‘મલાઈ’ ખાવાની લાલચ ભારે પડી, બે લાખની લાંચ લેતા ACBની ટ્રેપમાં ઝડપાયા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા (shahera news) પંચાયતના બે કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને અમદાવાદ એસીબીએ બે લાખની લાંચ લેતાં રંગે (bribe) હાથ ઝડપી લીધા છે. ઉપરાંત આ લાંચ કેસમાં એસીબીએ તાલુકા વિકાસ અધિકારી (District Development Officer) અને તેઓના વતી લાંચની રકમ સ્વીકારવા આવેલા એક કર્મચારીની પણ લાંચની રકમની માંગણી મુદ્દે અટકાયત કરી છે.આમ કોન્ટ્રાકટર પાસેથી મનરેગા યોજનાના (MNREGA scheme) મંજુર થયેલા બિલના નાણાં ચુકવણી મુદ્દે લાંચની કરેલી માંગણી અંતર્ગત ટીડીઓ અને ત્રણ કર્મીઓની એસીબીએ અટકાયત કરી ગોધરા એસીબી પોલીસ મથકે (Godhra ACB police station) લાવી કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શહેરા તાલુકા પંચાયતમાં એક કોન્ટ્રાકટર દ્વારા સરકારના ટેન્ડર મુજબ મનરેગા યોજના હેઠળ મંજુર થયેલા વિકાસ કામો અંગેનું ટેન્ડર મંજુર થયું હતું.જે કોન્ટ્રાકટર દ્વારા સપ્લાય કરાયેલા રો મટીરીયલના મનરેગામાં ૨.૭૫ કરોડ અને આરઆરપી યોજનાના ૧.૭૧ કરોડના બિલના નાણાં ચેક મંજુર કરાયા હતા. જેના ચુકવણા મુદ્દે શહેરા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતાં હેમંત પ્રજાપતિ, કીર્તિપાલ સોલંકી અને રિયાઝ મન્સૂરીએ કોન્ટ્રાકટર પાસેથી કેટલીક રકમ લીધી હતી. જેનાબાદ પણ હેમંત પ્રજાપતિ અને કીર્તિપાલ સોલંકીએ કોન્ટ્રાકટર પાસે વધુ એક એક લાખની માંગણી કરી હતી.
આ ઉપરાંત શહેરા ટીડીઓ ઝરીના અન્સારી વતી અધિક મદદનીશ ઈજનેર રિયાઝ મન્સુરીએ ૨.૪૫ લાખની માંગણી કરી હતી.જેથી કોન્ટ્રાકટર દ્વારા લાંચની રકમ નહિં આપવા માંગતા હોવાથી એસીબીને જાણ કરી હતી.
જે આધારે અમદાવાદ એસીબી ટીમના પીઆઇ કે.કે.ડીંડોડ અને સ્ટાફ દ્વારા શહેરા ખાતે લાંચના છટકાનું આયોજન કરાયું હતું.દરમિયાન કોન્ટ્રાકટરની ઓફીસ ઉપર લાંચના નાણાં લેવા માટે હેમંત પ્રજાપતિ અને કિર્તીપાલ સોલંકી આવ્યા હતા અને લાંચના નાણાં અંગેની વાતચીત કરી એક એક લાખ કોન્ટ્રાકટર પાસેથી સ્વીકાર્યા હતા.
દરમિયાન ટીડીઓ ઝરીના અન્સારી વતી લાંચના નાણાં લેવા આવેલા રીયાઝ મન્સુરીએ હેતુલક્ષી વાતચીત કરી હતી પરંતુ શક જતાં તેણે લાંચની ૨.૪૫ લાખની રકમ સ્વીકારી નોહતી. આમ લાંચની બે લાખ રકમ સ્વીકારતા હેમંત પ્રજાપતિ અને કીર્તિપાલ સોલંકી રંગે હાથ એસીબીએ ઝડપી લીધા હતા.
આ ઉપરાંત એસીબીએ ટીડીઓ વતી લાંચની રકમ લેવા આવેલા રિયાઝ અન્સારી અને કથિત લાંચ ડિમાન્ડ મુદ્દે શહેરા તાલુકા વિકાસ અધિકારી ઝરીના અન્સારીની પણ એસીબી ટીમે કોન્ટ્રાકટર પાસેથી લાંચ માંગવાના પ્રકરણમાં ગોઠવેલા છટકા દરમિયાન અટકાયત કરી છે.
આમ એસીબી ટીમે શહેરા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટીડીઓ,અધિક મદદનીશ ઈજનેર, મનરેગાના હિસાબી સહાયક અને એગ્રોના W T D મળી કુલ ચાર વ્યક્તિની અટકાયત કરતાં ખળભળાટ મચી ગયો છે. (કે.કે.ડીંડોડ, એસીબી પીઆઇ અમદાવાદ)
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..