એના ગામે વિશ્વનું સૌથી મોટું પક્ષીઘર બનાવવામાં આવશે
પર્યાવરણની રક્ષા અને મુંગા પક્ષીઓની માવજતના ઉમદા હેતુ માટે અમેરિકા ખાતે રહેતા સુરત જિલ્લાના એન.આર.આઈ ગ્રૂપના હોપ ફાઉન્ડેશન દ્વારા પલસાણા તાલુકાનાં એના ગામે વિશ્વનું સૌથી મોટું પક્ષીઘર બનાવવામાં આવશે મુજબનું જાણવા મળ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ પલસાણા તાલુકાનાં એના ગામના વતની અને હાલ અમેરિકાના ઓહીયો સ્ટેટના હિલ્સબોરો મુકામે રહેતા અને હોપ ફાઉન્ડેશનના સ્થાપક અને જાણીતા સમાજસેવી યુવક મિનેશ ભરતભાઇ પટેલ હાલમાં માદરે વતનની મુલાકાતે આવ્યા હોય. મકરસંક્રાંતિના દિવસે બારડોલીના ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટનાં પ્રમુખ જતીન રાઠોડ અને બારડોલી વનવિભાગના અધિકારી ભાવેશ રાદડિયા સાથે મુંગા પક્ષીઓ વિશે વિવિધ માહિતીઓ મેળવી હતી. તેમણે તેમની સંસ્થાના આગામી આયોજનની માહિતી આપતા જણાવ્યુ હતું કે આસપાસની માનવ વસાહતને નુકસાન ન પહોંચે તે પ્રમાણે યોગ્ય સ્થળની પસંદગી કરી એના ગામમાં વિશ્વના સૌથી મોટા પક્ષીઘર બનાવવાનું આયોજન વિચારણાના અંતિમ તબક્કામાં છે. આશરે એક હજારથી વધુ પક્ષીઓ રહી શકે તેવા પક્ષીઘર બનાવવાનું આયોજન કરવામાં આવશે. અને આ પક્ષીઘર વિશ્વમાં એકમાત્ર બની રહેતા ગીનેશ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન લેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.
– ગાય આધારિત કપાસની ખેતીને વિશ્વ ફલક ઉપર લઇ જનાર ખેડૂત વિનુભાઇ પટેલ
– આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં
– ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ
– આ યુવાને પિતાની યાદમાં જલાવી સેવાની જ્યોત, અંતિમવિધિ માટે સોનાની તસ સહિત આપે છે A To Z સામાન
– આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ
– તમારા એકાઉન્ટમાંથી ઉપડી ગયા છે પૈસા તો બેન્કે ચુકવવું પડશે વળતર, ચેક કરો RBIના નિયમ