શાહરુખ ખાનના સમર્થનમાં આવ્યા પાકિસ્તાનીઓ, કહ્યું: ભારત છોડીને પરિવાર સાથે પાકિસ્તાન આવી જાઓ
બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન 4 ઓક્ટોબરથી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની કસ્ટડીમાં છે. તેને મુંબઈની આર્થર રોડ જેલમાં રહેવું પડી રહ્યું છે અને અત્યાર સુધી જામીન મળી શક્યા નથી. આર્યન ખાનને ક્રૂઝ પર ચાલી રહેલી રેવ પાર્ટીમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. NCBનો આરોપ છે કે આર્યન ખાન ડ્રગ સિન્ડિકેટનો હિસ્સો છે. 23 વર્ષીય આર્યન ખાનની ધરપકડનો મુદ્દો પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ છવાયેલો છે. પાકિસ્તાનના તમામ સ્ટાર્સ અને સલિબ્રિટીઝ પણ આર્યન ખાનની ધરપકડ કેસમાં શાહરુખ ખાનનું સમર્થન કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હવે પાકિસ્તાનના એક જાણીતા એન્કર વકાર જાકાએ પણ શાહરુખ ખાનના સમર્થનમાં ટ્વીટ કર્યું છે. પાકિસ્તાની હોસ્ટ વકાર જાકાએ ટ્વીટ કરી કે ‘શાહરુખ ખાન સર તમે ભારત છોડો અને પોતાના પરિવાર સાથે પાકિસ્તાન આવીને વસી જાઓ. નરેન્દ્ર મોદી સરકાર તમારા પરિવાર સાથે જે કરી રહી છે તે એકદમ ખોટું છે. હું શાહરુખ ખાન સાથે ઊભો છું. આ ટ્વીટ બાદ તે ખૂબ ટ્રોલ પણ થઈ રહ્યો છે. વકાર જાકાની આ ટ્વીટને લઈને કેટલાક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકોએ તેની મજાક પણ ઉડાવી.
Sir @iamsrk leave India and shift to Pakistan along with ur family – this is bullshit what @narendramodi Govt is doing with ur family , I stand with SKR
— Waqar Zaka (@ZakaWaqar) October 22, 2021
એક યુઝરે શાહરુખ ખાનના સમર્થનમાં લખ્યું કે શાહરુખ ખાનની પત્ની હિન્દુ છે અને તે હિન્દુઓનો તહેવાર પણ મનાવે છે. જે વ્યક્તિ પોતાની પત્નીના ધર્મનું પણ સન્માન કરે છે તે જ એક સાચી વ્યક્તિની ઓળખ છે. તો કેટલાક યુઝર્સે વકાર જાકાને પાકિસ્તાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કથળતી હાલતની યાદ અપાવી દીધી. ફુરકાન નામના એક યુઝરે લખ્યું અહીં તેમને ફિલ્મ મળવાની નથી, આપણી ઇન્ડસ્ટ્રીની હાલત ખબર છે બરબાદ થઈ ચૂકી છે, સારા કન્ટેન્ટની અહીં કોઈ આશા નથી.
સાદ નામના એક યુઝરે લખ્યું કે ફિલ્મ મળવાની વાત તો દૂર અહીં બધા પ્રોડ્યુસર મળીને પણ તેમની ફીસ નહીં આપી શકે. જીશાન વારસી નામના યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે હા શાહરુખ પ્લીઝ પાકિસ્તાન આવો અને અમારી ટી.વી. ચેનલ અને ટી.વી. ચેનલની કોઈ ચા પાનાના ડ્રામામાં કામ કરો, મતલબ કંઈ પણ તમારી પાસે એવી નકામી ટ્વીટની આશા નહોતી. આર્યન ખાનની ધરપકડ બાદ ઘણા બોલિવુડ સ્ટાર્સ શાહરુખ ખાન સાથે ઊભા નજરે પડ્યા.
આર્યન ખાનને જે દિવસે કસ્ટડીમાં લેવામાં આવ્યો એ જ દિવસે સલમાન ખાન શાહરુખ ખાનના ઘરે મન્નત પહોંચ્યો હતો. ફિલ્મ મેકર સંજય ગુપ્તા અને ડિઝાઇનર ફરાહ ખાન અલીએ પણ આર્યનને લઈને શાહરુખ ખાનનો સપોર્ટ કર્યો છે. જોકે પાકિસ્તાનમાં આર્યન ખાનની ધરપકડને ઘણા લોકો ધર્મના ચશ્માથી પણ જોઈ રહ્યા છે. પાકિસ્તાની મુખ્ય અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુને થોડા દિવસ પહેલા એક આર્ટિકલ છાપ્યો હતો અને સવાલ કર્યો હતો કે શું આર્યન ખાનની ધરપકડ ભારતના સૌથી મોટા મુસ્લિમ હિરોને નિશાનો બનાવવાની છે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..