રાતે સૂતા સમયે દુખે છે તમારા પગ તો હોય શકે છે આ મોટા કારણ, આ સમસ્યાથી રાહત મેળવવાના ઉપાયો જાણો અને શેર કરો
આજના સમયમાં લોકો તેમના કામને લઇને એટલા તણાવમાં રહે છે કે જ્યારે થાકીને હારીને પથારીમાં સૂઇ જાય છે. પરંતુ તે સમયે લોકોને પગમાં દુખાવો થવા લાગે છે. એવામાં લોકોને ઉંઘ આવતી નથી. પગમાં દુખાવાને લઇને લોકોને તબિયત ખરાબ થઇ જાય છે. જે કોઈ બીમારીનું કારણ નથી, ખાસ કરીને શરીરમાં કેટલાક પ્રકારનાં ખનિજોની ઉણપના કારણે થાય છે. જોકે આપણા શરીરને ખાવાના દ્વારા કેટલાક પોષક તત્વોની જરૂરત હોય છે. પરંતુ તેની ઉણપના કારણે પગમાં દુખાવો થવા લાગે છે. તો આવો જોઇએ કઇ તે વસ્તુઓ છે જેની મદદથી તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કેલ્શ્યિમની ઉણપ
– જો તમે રોજની વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે પગના દુખાવાથી પરેશાન રહો છો તે તમારા શરીરમાં કેલ્શ્યિમની ઉણપ હોય શકે છે. જે તમે રાતે સૂતા સમયે પગમાં દુખાવો થાય છે તો સમજી લોકો કે તમારા પણ કેલ્શ્યિમની ઉણપ છે. કેલ્શ્યિમના ઉણપના કારણે હાડકાનો વિકાસ રોકાઇ જાય છે. જે કારણે હાડકામાં દુખાવો થાય છે.
– જો તમને સૂતા સમયે સતત પગમાં દુખાવો થાય છે તો તરત કેલ્શ્યિમ યુક્ત આહારનું સેવન કરવાનું શરૂ કરી દો. શરીરમાં કેલ્શ્યિમની ઉણપને પૂરી કરવા માટે દૂધ પીઓ. તે સિવાય બદામ ખાવાથી પણ કેલ્શ્યિમની પૂર્તિ થાય છે. તમારી ડાયેટમાં લીચી, અખરોટ, અંકુરિત અનાજ સહિતની વસ્તુઓ સામેલ કરો.
આયરનની ઉણપ
– કેલ્શિયમની ઉણપ સિવાય શરીરમાં આયરનની ઉણપથી પણ રાતે સૂતા સમયે પગમાં દુખાવો થાય છે. જોકે, આયરનની ઉણપના કારણે આપણા શરીરમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થઇ શકતો નથી અને પગની માસપેશીઓમાં ખેંચાણ થવા લાગે છે. એવામાં પગમાં દુખાવાની સમસ્યા વધી જાય છે. આયરનની ઉણપને પૂરુ કરવા માટે આયરન યુક્ત વસ્તુઓનું સેવન કરો. થોડાક દિવસ આ વસ્તુઓનું સેવન કરવાથી પગમાં થતા દુખાવાની સમસ્યા દૂર થશે.
– આયરનની ઉણપને દૂર કરવા માટે તમે ડાયેટમાં ફળોને જરૂરથી સામેલ કરો. ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી પણ આયરનની ઉણપ પૂરી થાય છે. ખજૂર, એપ્રિકોટ્સ, તરબૂચ, દાડમ, કિશમિશ અને બ્લેકબેરી જરૂર ખાઓ, આયરનની ઉણપને દૂર કરવા માટે લીલા શાકભાજી પણ ખાવા જોઇએ. બ્રોકલી, પાલક, કેળા, મશરૂમનું સેવન કરો.
વિટામીન ડીની ઉણપ
– શરીરમાં વિટામીન ડીની ઉણપથી પણ લોકોના પગમાં દુખાવાની સમસ્યા થાય છે. વિટામીન ડીની ઉણપથી હાડકાના વિકાસ રોકાઇ જાય છે અને આપણા પગ આખી રાત દૂખ્યા કરે છે. વિટામીન ડીની ઉણપથી પગમાં દુખાવાની સમસ્યા રોજ વધતી જાય છે. જેને નજરઅંદાજ ન કરવું જોઇએ.
– આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે સૂતા સમયે વિટામીન ડી યુક્ત આહારનું સેવન કરવું જોઇએ. સાથે જ સવારના સમયે થોડીક વાર તડકામાં ચાલવું જોઇએ. જેના માટે તમે દૂધ, પનીર સહિતની વસ્તુઓનું સેવન કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..