જો તમે પણ કોથળીમાં બંધ દૂધને ઉકાળીને કરો છો ઉપયોગ તો ખાસ આ વાંચજો અને શેર કરજો
વધતા શહેરીકરણના કારણથી ઓછી થતી જગ્યાના કારણે ન માત્ર જંગલ પ્રભાવિત થયા છે. પરંતુ ઘરોએ પણ એપાર્ટમેન્ટનું રૂપ લઇ લીધુ છે. ઓછી થતી જમીનના કારણે હવે શહેરમાં રહેનાર ખાસ કરીને લોકો દૂધ માટે ગૌશાળા પર નિર્ભર કરતા નથી. દૂધ માટે લોકો બજારના કોથળીમાં બંધ દૂધ પર વધારે વિશ્વાસ કરે છે. કોથળીમાં બંધ આ દૂધ પોઇશ્ચરાઇઝ્ડ (pasteurized) હોય છે. તેનો મતલબ થાય છે કે પહેલા જ દૂધને boiling point પર ઉકાળીને ઠંડુ કર્યા બાદ કોથળીમાં ભળી દેવામાં આવે છે.
જે બાદ આ દૂધ કોથળીમાં ભરીને માર્કેટમાં સપ્લાય કરવામાં આવે છે. તેને પોઇશ્ચરાઇજેશન કહેવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કે દૂધ વધારે સમયે સુધી ખરાબ ન થાય અને તેમા બેક્ટેરિયા ન થાય. પરંતુ જ્યારે આપણે માર્કેટમાંથી દૂધ ખરીદીએ છીએ તો તેને ઉકાળી લીધા બાદ જ તેનો ઉપયોગ કરીએ છીએ. જેથી દૂધ ખરાબ ન થઇ જાય પરંતુ શુ આવું કરવું યોગ્ય છે. આવો જોઇએ કોથળીમાં બંધ દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ.
જાણકારો મુજબ કોથળીમાં બંધ પોઇશ્ચરાઇઝ્ડ દૂધને ઉકાળવાની જરૂરત હોતી નથી. જોકે, આ દૂધની પેકેજિંગથી પહેલા તેને પોઇશ્ચરાઇઝ્ડ કરીને બેક્ટેરિયા ફ્રી કરી દે છે. જેથી દૂધ લાંબા સમય સુધી ચાલે. આ દૂધને જ્યારે તમે ફરીથી ઉકાળો છો તો તેમા રહેલા પોષક તત્વ નષ્ટ થઇ જાય છે અને દૂધ એટલું ફાયદાકારક રહેતું નથી જેટલું પહેલા હતું.
પેકેટબંધ દૂધને લાંબા સમય સુધી ઉપયોગ કરવા યોગ્ય રાખવા માટે જો તમે તેને 4 ડિગ્રી તાપમાનમાં રાખો તો એક અઠવાડિયા સુધી તેનો ઉપયોગ યોગ્ય રાખી શકાય છે. કોથળીમાં બંધ દૂધ ખરીદતા પહેલા ધ્યાનથી તેને પેકેટ પર એક્સપાયરી ડેટ જોવાનું ન ભૂલો. એક્સપાયરી ડેટ બાદનું પેકેટ ન લો. આ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..