વઢવાણના ટીંબા ગામે પતિને ચા લેવા મોકલી વાડી માલિકે ખેતમજૂર પરણીતા પર દુષ્કર્મ આચર્યું, બનાવ બાદ મહિલાએ આપઘાત કરી લીધો

વઢવાણનાં અતરીયાલ વિસ્તારમાં બનેલી એક જધન્ય ઘટનાના પગલે હતપ્રભ થયેલી એક પરિણીતાએ ખેતરમાં જ ઝેરી દવા પી લઈને મોતની સોડ તાણી લેતા ચકચાર મચી ગઈ છે.

સુરેન્દ્રનગરના વઢવાણનાં અતરીયાલ વિસ્તારમાં બનેલી એક જધન્ય ઘટનાના પગલે હતપ્રભ થયેલી એક પરિણીતાએ ખેતરમાં જ ઝેરી દવા પી લઈને મોતની સોડ તાણી લેતા ચકચાર મચી ગઈ છે. આ પરિણીતા ખેતરમાં પાણી વાળવા સાથે મજૂરી કામ કરતી હતી. તેનો પતિ પણ તેની સાથે કામ કરતો હતો. કહેવાય છે કે, વાડી માલિકે પતિને કામે મોકલી, પરિણીતાની એકલતાનો લાભ લઇ તેની આબરૂ લૂંટી હતી. આ ઘટનાથી વ્યથિત મહિલાએ આત્મહત્યા વહોરી હોવાનું ચર્ચાય છે. મૃતક પીડીતાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.

વઢવાણ પંથકના ટીંબા ગામે વાડીએ ખેત મજૂરી કરતી પરિણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા વહોરી હતી. આ ઘટના બાદએવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પરિણીતા પર વાડી માલિકે દુષ્કર્મ આચર્યુ હોવાના પરિણામે બદનામીના ડરથી પીડિતાએ અંતિમ પગલું ભરી લીધું હતું. પીડિતાના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. પોલીસે પરિણીતાના પરિવારજનોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, વઢવાણ પંથકના એક ગામમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી મોત વહાલું કર્યું હતું. પોલીસે,આ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે,પરિણીતા વઢવાણ પંથકના એક ગામમાં રહે છે અને ટીંબા ગામે વાડીએ ખેત મજૂરીનું કામ કરે છે. બાર વર્ષના સંસાર સુખમાં પરિણીતાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોએ પોલીસને નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ જે વાડીએ ખેતમજૂરી કામ કરતા હતા તે વાડીના માલિક યુવરાજસિંહ ઘનશ્યામસિંહ પરમાર (ઉ.વ ૨૫) એ પરિણીતાના પતિને ચા-પાણી લેવા માટે મોકલી દીધા બાદ પાછળથી પરિણીતાની એકલતાનો લાભ લઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવથી હતપ્રભ થયેલી પરિણીતાએ બદનામીના ડર અને પતિ-પરિવાર કે સમાજનો સામનો નહિ કરી શકવાની માનસિક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. પતિ જ્યારે પરત આવ્યો ત્યારે,પરિણીતાએ સઘળી હકીકતથી પતિને વાકેફ કર્યો હતો.ત્યાર બાદ, ઊંડા આઘાતમાં સારી ગયેલી પરિણીતા બેહદ સૂનમૂન અને ખોવાયેલી રહેતી હતી. વ્યથિત થયેલી પરિણીતાએ આઘાતમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

વાડી માલિક સામે રીપોર્ટ બાદ કાર્યવાહી
દુષ્કર્મનો જેમના પર આરોપ છે તે વાડી માલિક યુવરાજસિંહ પરમાર ખેતીની સાથે ટ્રાન્સપોર્ટનો ધંધો પણ ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હાલ પરિણીતાનું ફોરેન્સિક પી.એમ થયા બાદ આ મામલે પરિણીતાના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં તથ્ય છે કેમ? તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. હાલ તો પોલીસ રાજકોટ હોસ્પીટલના રીપોર્ટની રાહમાં છે ત્યારબાદ, આગળની કાર્યવાહી હાથ ધરશે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો