સાબરમતી જેલમાં લેડી ડોનનો વધતો ત્રાસ! અન્ય કેદી મહિલાઓની સામે જાહેરમાં જ બાંધે છે લેસ્બિયન સંબંધ, જેલના અધિકારીઓ પણ તેનાથી ડરે છે

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ચોંકાવનારી વાત બહાર આવી છે. જેલના મહિલા વોર્ડમાં લેડી ડોન અને અન્ય મહિલા કેદી વચ્ચે પ્રેમપ્રકરણમાં જાહેરમાં થતા લેસ્બિયન સબંધોથી અન્ય મહિલા કેદીઓ પરેશાન હોવાનો લેટર લખવામાં આવ્યો છે. આ લેટરમાં લેડીડોનની દાદાગીરી, ધાકધમકીથી અન્ય મહિલા કેદીઓ પરેશાન હોવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા કેદીઓની કુપન અને નાસ્તા પણ આ લેડી ડોન ધમકાવીને લઇ લેતી હોવાનું જણાવાયુ છે. આ સાથે મહિલા વોર્ડમાં મોબાઈલ ફોનના કોલ દીઠ રૂ.50, તમાકુના પેકેટના રૂ.500 અને સિગારેટના રૂ.100 લઈ ગેરકાયદેસર વેપાર કરતી હોવાની વિગતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસના ઉચ્ચ અધિકારીઓને લેડી ડોન પર આક્ષેપો કરતો આ પત્ર મળતા ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, જેલમાં સ્ટ્રોંગ જામર છે જેથી કોઇ કેદી પાસે મોબાઇલ હોય તે વાત શક્ય ન હોય શકે, જોકે,આ અંગે પણ તપાસ ચાલી રહી છે.

જેલમાં સ્ટ્રોન્ગ જામર હોવાનો અધિકારીઓનો દાવો
આ અંગે સાબરમતી સેન્ટ્રલ જેલના એસપી રોહન આનંદે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના આક્ષેપો કરતો પત્ર અમને મળ્યો છે. જે પત્રની ખરાઈ અને તેમાં થયેલા આક્ષેપો બાબતે અમે ઈન્કવાયરી શરૂ કરી છે. મહિલા વિભાગમાં કેદી માટે મોબાઈલ વાપરવો અશક્ય બાબત છે. આ વિભાગમાં જામર એટલા સ્ટ્રોંગ છે કે, ત્યાંથી ફોન ઓપરેટ થઈ શકે તેમ નથી. મોબાઈલ ફોન કોઈ મહિલા કેદી પાસે હોય તે વાત માનવામાં આવે તેવી નથી.

લેડી ડોન સામે પત્રમાં આક્ષેપોની વણજાર લખવામાં આવી છે. તેમાં એવી પણ ચોંકાવનારી બાબત છે કે, લેડી ડોનથી જેલના અધિકારીઓ પણ ડરે છે, તે અધિકારીઓને ખુલ્લેઆમ બદલી કરાવી દેવાની ધમકી પમ આપે છે. લેડી ડોન તેનું કામ ધાકધમકીથી અન્ય મહિલા કેદી પાસે કરાવીને પગાર પોતે લઈ લે છે. તેણે અગાઉ રસોડામાં મુકવામાં આવી ત્યારે વીશીમાંથી સામાનની ચોરી કરી હતી. તે મહિલા કેદીઓ સાથે લડાઈ કરતી તેમજ વારંવાર કોઈની સાથે તકરાર થાય તો રસોડામાંથી ચપ્પુ લઈ મારવાની ધમકી આપતી હતી. આ અંગેની ફરિયાદ થતા અધિકારીઓએ લેડી ડોનને સફાઈ કામ માટે મૂકી હતી. આ જગ્યાએ પણ કામ કર્યા વગર તે પોતાનો પગાર અધિકારીઓને ધમકી આપી ભરાવે છે.

લેડી ડોનને અન્ય મહિલા કેદી સાથે લેસ્બિયન સબંધો હોવાથી બંને બેરેકના બાથરૂમમાં જાહેરમાં શારીરિક ચેષ્ટાઓ કરે છે. જેના કારણે અન્ય મહિલા કેદીઓ શરમમાં મૂકાય જાય છે. આ અંગેની ફરિયાદ કરતા મહિલા કેદીઓ શરમમાં મૂકાય જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો