લાખો રૂપિયાનું પેકેજ છોડીને આ યુવક બન્યો ખેડૂત, પિતા સાથે કરે છે ઓર્ગેનિક ખેતી
ઈન્દોરઃના રાઘવ બલ્દવાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ એક પ્રાઈવેટ કંપનીમાં જોબ શરુ કરી હતી, જોકે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા તેણે 12 લાખના પેકેજની નોકરી છોડી દીધી અને પિતા સાથે ખેતી કરવા લાગ્યો.
અન્ય ખેડૂતોને પણ આપી રહ્યો છે ટ્રેનિંગ…..
– રાઘવ 3 વર્ષથી પોતે ખેતી કરવાની સાથે અન્યને પણ ઓર્ગેનિક ખેતીની પ્રેરણા આપે છે.
– ઈન્દોરથી 80 કિમીના અંતર ટપ્પા ગામમાં 27 વીઘાની જમીન પર તે ખેતી કરે છે, અઠવાડિયામાં 4 દિવસ તે ખેતરે જ રહે છે.
– એક તરફ રાઘવ તુવેર, ઘઉં, મગ, જવાર અને મકાઈ ઉગાડે છે, તો બીજી તરફ તે દાડમ અને અન્ય ફળોને પણ ઓર્ગેનિક ખેતીની પદ્ધતિએ ઉગાવી રહ્યો છે.
– રાઘવે જણાવ્યું કે, માત્ર એક જ પ્રકારનો પાક ઉગાડતા રહેવાથી ખેતી નફાકારક વ્યવસાય નહીં બને. રાઘવ ઓર્ગેનિક ખેતી માટે કેમ્પેન ચલાવવાનું વિચારી રહ્યો છે.
– અગાઉ ગામમાં માત્ર ચોમાસામાં જ ખેતી થતી, જોકે પાણી સમસ્યા દુર કરવા કુવો ખોદાવી, વોટર રિચાર્ચિંગ સિસ્ટમ લગાવી. આ સાથે તળાવને ખોદાવી તેમા પાક્કું કામ કરાવ્યું. જેથી તેમા વરસાદનું પાણી ભેગું થાય.
– રાઘવે જણાવ્યું કે, તેના પિતા શિવરત્ન બલ્દવા જાતે જ ખાતર તૈયાર કરે છે.
– રાઘણના જણાવ્યાં અનુસાર, ઓર્ગેનિક ખેતીમાં શ્રમ અને સમય પ્રમાણમાં વધુ જતો હોવાથી તેની ઉપજ પ્રમાણમાં મોંઘી હોય છે, જોકે સ્વાસ્થ્ય માટે તે રાસાયણિક કરતા વધુ સારી રહે છે.