સુરતમાં બે પાક્કા મિત્રો મીત અને ક્રીશે મરતાં મરતાં પણ 12 વ્યક્તિને નવજીવન આપ્યું, હ્યદય સહિત 13 અંગોનું દાન કર્યું
‘ઈક તેરી યારી કા સાતો જનમ હકદાર હું મેં, તેરા યાર હું મેં…’ મિત્રો માટે લખાયેલું આ ગીત કદાચ સુરતના બે મિત્ર (Surat Friends) ક્રિશ અને મીતને લાગું પડે છે. પહેલાં ધોરણથી સાથે મોટા થયા, સાથે રમ્યા, સાથે ભણ્યા અને મોત પણ સાથે આવ્યું. એક અકસ્માતે બે પરિવારના કૂળદિપકોને ઓલવી નાખ્યા. જોકે, આ બંને પરિવારે અગમ સ્થિતિઓમાં પણ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા પછી માનવતા ગુમાવી નહીં. અકસ્માતમાં બ્રેઇનડેડ (Brain daad Mit Pandya) થનારા મીત કલ્પેશકુમાર પંડ્યા અને ક્રિશ ગાંધીના (Brain Dead Krish Gandhi) પરિવારોએ ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી પોતાના વહાલસોયા દીકરાઓની કિડની (Kidney), લિવર (Kiver) , હૃદય (Heart) , ફેફસા (Lungs) અને ચક્ષુઓના (Eyes) દાન કરી (Surat Organ Donation) બારબાર વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી. કિડની, લિવર, હૃદય અને ફેફસાં સમયસર અમદાવાદ (ahmedabad) અને હૈદરાબાદ (Hyderabad) પહોંચાડવા માટે સૌપ્રથમ વખત ચાર ગ્રીન કોરિડોર (Green Corridor for Organ Donation) બનાવવામાં આવ્યા. સુરતમાં ઈતિહાસમાં પહેલીવાર એક સાથે (13 Organs Donation in surat) હ્યદય સહિત 13 અંગો અને ટીશ્યુંનું દાન થયું. બે મિત્રોએ મરતાં મરતાં 12 હતભાગીઓને નવજીવન આપ્યું.
આ કરુણ ઘટનાની વિગતો એવી છે કે મીત અને ક્રીસ બંને ખાસ મિત્રો હતા. તેમજ ધોરણ-૧થી બંને સાથે અભ્યાસ કરતા હતા. તા.24 ઓગસ્ટ ના રોજ મીત અને ક્રીશ બપોરે 3:00 કલાકે એકટીવા ઉપર જી.ડી.ગોએન્કા સ્કુલની સામેના રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક અજાણ્યા કાર ચાલકે એકટીવાની પાછળના ભાગે ટક્કર મારતા મીત અને ક્રીશ એકટીવા પરથી નીચે પડી જતા બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા.
ત્યાંથી પસાર થતા અજાણ્યા રાહદારીએ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરી તેઓને મૈત્રેય સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલમાં ઇન્ટેન્ટસીવીસ્ટ ડો.સુચય પરીખની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. તેઓના નિદાન માટે સીટી સ્કેન કરાવતા મીતને બ્રેઈન હેમરેજ તેમજ ક્રીશને બ્રેઈન હેમરેજ તથા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડો.જૈનીલ ગુરનાનીએ ક્રેનીઓટોમી કરી ક્રીશના મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.
શનિવાર તા.28 ઓગસ્ટના રોજ મૈત્રેય સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલના ડોક્ટરોએ મીત અને ક્રીશને બ્રેઈનડેડ જાહેર કર્યા. મીતના માતા-પિતા કલ્પેશભાઈ અને ધર્મિષ્ઠાબેન બેન ધ્રુવી, ક્રીશના માતા-પિતા મીનાક્ષીબેન અને સંજયભાઈ, ભાઈ યશ તેમજ પંડ્યા અને ગાંધી પરિવારના સભ્યોએ ડોનેટ લાઈફના માધ્યમથી મીત અને ક્રીશના અંગદાનનો નિર્ણય લેતા તેઓના કિડની, લિવર, હ્રદય, ફેફસાં અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું. જેના દ્વારા બાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું.
ક્રીશના ફેફસા હૈદરાબાદ પહોંચ્યા
સુરતથી હૈદરાબાદનું 926 કિ.મીનું અંતર 180 મીનીટમાં કાપીને ક્રીશના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી CRPFમાં ફરજ બજાવતા 54 વર્ષીય વ્યક્તિમાં હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. જેઓ છેલ્લા દોઢ વર્ષથી 24 કલાક 12 થી 15 લીટર ઓક્સિજનના સપોર્ટ ઉપર હતા.
મીતનું હ્રદયઅમદાવાદ પહોંચ્યું
સુરતથી અમદાવાદનું 288 કિ.મીનું અંતર 90 મીનીટમાં કાપીને મીતના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાની રહેવાસી 21 યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું.
ક્રીશના લિવર અમદાવાદ અને મીતનું લિવર પણ અમદાવાદ પહોંચ્યા
જયારે ક્રીશના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી 55 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં જયારે મીતના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ બાયડના રહેવાસી 47 વર્ષીય શિક્ષકમાં અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.
ચાર કિડનીનું પણ અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ થશે
દાનમાં મેળવવામાં આવેલી ચાર કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલમાં કરવામાં આવશે.
ગુજરાતમાંથી હૃદયદાનની આ પીસ્તાલીસમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ પાંત્રીસમી ધટના છે, જેમાંથી 22 હૃદય મુંબઈ, 7 હૃદય અમદાવાદ, 4 હૃદય ચેન્નાઈ, 1 હૃદય ઇન્દોર અને 1 હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
તેમજ ગુજરાત માંથી દસ જોડ ફેફસાના દાન કરાવવામાં આવ્યા છે, જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા નવ જોડ ફેફસાના દાન કરાવવામાં આવ્યા છે. જેમાંથી 8 ફેફસા ચેન્નાઈ, ૪ ફેફસા મુંબઈ 2 ફેફસા બેંગ્લોર અને 4 ફેફસા હૈદરાબાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
કિડની, લિવર, હૃદય અને ફેફસાં સમયસર અમદાવાદ અને હૈદરાબાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત ચાર ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
કોવિડમાં પણ ધીમી ન પડી અંગદાનની રફતાર
ઉલ્લેખનીય છે કે કોવીડ 19ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન 40 કિડની, 22 લિવર, 9 હૃદય, 14 ફેફસાં, 1 પેન્ક્રીઆસ અને 38 ચક્ષુઓ સહીત કુલ 124 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ 114 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 400 કિડની, 167 લિવર, 8 પેન્ક્રીઆસ, 35હૃદય, 18 ફેફસાં અને 302 ચક્ષુઓ કુલ 928 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 852 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..