જન્મ દિવસ પર બર્થડે બંપ્સ ના નામે ચાલતા દુષણની વિરૂદ્ધ વિજય ઈટાલીયા બન્યા નવા ટ્રેન્ડ સેટર.
જન્મ દિવસ પર બર્થડે બંપ્સ ના નામે ચાલતા દુષણની વિરૂદ્ધ વિજય ઈટાલીયા બન્યા નવા ટ્રેન્ડ સેટર.
વિજય ઈટાલીયાના કહેવા મુજબ,
શા માટે તમારા જન્મદિવસ પર મીણબત્તીઓ બાળવાના બદલે વૃક્ષો નથી વાવતા?
વૃક્ષો વાવેતર દ્વારા તમારા જન્મદિવસ ઉજવો, વૃક્ષો તમારી ઉંમર સાથે વધે છે અને તમને તેમના ફૂલોની જેમ ખૂબ જ આનંદ આપે છે.
અત્યારે સમાજમાં જન્મદિવસના દિવસે કેક મોઢા પર લગાવવાનો અથવા માર મારવાનો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે,ખરેખર આ જન્મદિવસ ઉજવવાની પદ્ધતિ બદલવાની જરૂર છે, કેક ખાવાની વસ્તુ છે ન કે મોઢા ઉપર લગાવવાની. સમાજમાં જન્મદિવસ ઉજવણીની એક નવી પદ્ધતિ ચાલુ કરવાની જરૂર છે,જેવી કે, જન્મ દિવસ પર વૃક્ષો વાવવા, રક્તદાન કરવું, ગરીબ બાળકોને જમાડવા તેમને પુસ્તકો આપવા વગેરે.
તેમના કહેવા પ્રમાણે આખુ વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગનું ગુલામ બની ગયું છે.વિકાસની આંધળી દોટમાં આપણે પર્યાવરણનું નીકંદન કાઢી રહ્યા છીએ. આજે તાપમાન ૪૭ ડીગ્રી સુધી પહોંચી ગયું છે. મીત્રો અત્યારે ખરેખર વૃક્ષો સાથે દોસ્તી કરવાની જરૂર છે. એક મનુષ્યને જીવનમાં પુરતા ઓક્સિજન માટે ૧૮ વૃક્ષની જરૂર પડે છે. અને એક વૃક્ષ બે એસી જેટલી ઠંડક ઉત્પન કરે છે. તો મીત્રો ઓકિસજન વેચાતો લેવો છે કે વૃક્ષો વાવવા છે?
વૃક્ષો માનવ આરોગ્ય માટે સૌથી લાભદાયી છે. એટલે જ જેના આંગણે ઝાડ તેના આંગણે ડોકટરની જરૂર ના પડે.
તો આવો આપણે ધરતી માતાનું ઋણ ચૂકવીએ, વૃક્ષો વાવીને રાષ્ટ્રને સમૃદ્ધ કરીએ.
THE EARTH DOES NOT BELONGS TO MAN,MAN BELONGS TO THE EARTH.
🌳🌳“PLANT TREES PRESERVE TREES”🌳