ધારાસભ્યોના પેન્શનને લઈને ભગવંત માને લીધો મોટો નિર્ણય, હવે એક વખતના કાર્યકાળનું જ પેન્શન મળશે
સત્તા સંભાળ્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એક બાદ એક કેટલાક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે ધારાસભ્યોની પેન્શન ફોર્મ્યૂલામાં બદલાવ કરવાની જાહેરાત કરી છે. હવે ધારાસભ્યોને એક વખતના કાર્યકાળની જ પેન્શન મળશે. અત્યાર સુધી જેટલી વખત ધારાસભ્ય બનતા હતા પેન્શનની રકમ એટલી જ જોડાઈ જતી હતી. ભગવંત માને કહ્યું કે બેરોજગારીનો મોટો મુદ્દો છે. યુવાનો ડિગ્રીઓ લઈને ઘરે બેઠા છે. જેમણે નોકરી માંગી તો લાઠીચાર્જ મળ્યો. તેમના પર પાણી ફેંકવામાં આવ્યું. તેમને નોકરી મળી નથી.
તેમણે કહ્યું કે ધારાસભ્ય હાથ જોડીને વોટ માંગે છે પરંતુ ઘણા બધા ધારાસભ્ય 3 વખત જીત્યા, 4 વખત જીત્યા, 6 વખત જીત્યા પરંતુ તેઓ હારી ગયા. તેમને દર મહિને લાખો રૂપિયાનું પેન્શન મળે છે. કોઈને 5 લાખ, કોઈને 4 લાખ રૂપિયાની પેન્શન મળી રહી છે. કેટલાક લોકો એવા પણ છે જે પહેલા સાંસદ રહ્યા. તેઓ બંને પેન્શન લઈ રહ્યા છે. એવામાં પંજાબ સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. તેમણે કહ્યું કે પછી તેઓ ગમે તેટલી વખત જીતે પરંતુ હવે માત્ર એક પેન્શન મળશે. જેથી કરોડો રૂપિયા બચશે.
Today, we have taken another big decision. The pension formula for Punjab's MLAs will be changed. MLAs will now be eligible for only one pension.
Thousands of crores of rupees which were being spent on MLA pensions will now be used to benefit the people of Punjab. pic.twitter.com/AdeAmAnR7E
— Bhagwant Mann (@BhagwantMann) March 25, 2022
આ પૈસા લોકોની ભલાઈ માટે ખર્ચ કરવામાં આવશે. આ રીતે ધારાસભ્યોની ફેમિલીના પેન્શનમાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. પંજાબ સરકારના આ મોટા નિર્ણયથી સરકારી ખજાનાને ભરવામાં ખૂબ મદદ મળશે કેમ કે અત્યાર સુધી રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોને તેમના દરેક ટર્મના હિસાબે પેન્શન આપવામાં આવતી હતી એટલે કે જો કોઈ વ્યક્તિ 4 વખત ધારાસભ્ય બની હોય તો તેમને ચારેય ટર્મની પેન્શન મળતી હતી. આ પેન્શન લાખો રૂપિયા સુધી પહોંચી જતી હતી જેને હવે ભગવંત માન સરકારે સમાપ્ત કરી દીધી છે.
પંજાબના ધારાસભ્ય રહેલા લાલ સિંહ, રાજીન્દર સિંહ ફિલોરને દર મહિને 2 લાખ 25 હજાર રૂપિયાની પેન્શન મળતી હતી તો રવિ ઇન્દર સિંહ, બલવિંદર સિંહને દર મહિને 2 લાખ 75 હજાર મળતા હતા. 10 વખતના ધારાસભ્યની પેન્શન 6 લાખ 62 હજાર રૂપિયા દર મહિને મળતા હતા જે હવે 75 હજાર મળશે એટલે કે માત્ર એક જ ટર્મની પેન્શન આપવામાં આવશે. નેતાઓના પેન્શનમાં ઘટાડાને ભગવંત માનનો મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે કેમ કે આ નિર્ણયથી પંજાબમાં 5 વર્ષમાં 80 કરોડ કરતા વધારાની બચત થશે. સરકારે જણાવ્યું છે કે આ બચેલા પૈસા લોકોની ભલાઈ માટે ખર્ચ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..