ડુંગળીનો રસ શરીર માટે છે ખૂબ જ ફાયદાકારક, આવી રીતે ઉપયોગ કરવાથી નહીં થાય બીમારીઓ, જાણો અને શેર કરો

ડુંગળી ખોરાકનો સ્વાદ બમણો કરે છે. તેના વગર મોટાભાગની વાનગીઓ અધૂરી છે. સ્વાદની સાથે સ્વાસ્થ્યને પણ ડુંગળી ફાયદો કરાવે છે. ડુંગળીનો રસ આરોગ્ય માટે ખૂબ સારો છે. જેથી આપણે આપણા રોજિંદા આહારમાં ડુંગળીનો સમાવેશ કરવો જોઈએ.

ડુંગળી પોષકતત્વોનો ભંડાર છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે. ડુંગળીના રસનો ઉપયોગ ઘણી તકલીફમાં રાહત મેળવવા થાય છે. જેથી અહીં તેના ફાયદા અંગે જાણકારી આપવામાં આવી છે.

ડુંગળીના ખાવાના ફાયદા

– ડુંગળીનું સેવન કરવાથી લોહી પાતળું થઈ જાય છે. તે લોહીને કુદરતી પાતળું બનાવે છે. પરિણામે હાર્ટ એટેક જેવી સમસ્યાઓને ઘટી શકે છે.
– રોજ ડુંગળી ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે.

– ડુંગળીનું સેવન કરવાથી શરીરમાં લોહી ગંઠાતુ નથી.
– વાળ તૂટવા કે ખરવાની સમસ્યામાં ડુંગળીના રસનો ઉપયોગ કરી શકો છો. તેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થશે.

• ડુંગળીના રસના ફાયદા

પેટની સમસ્યાઓમાંથી છૂટકારો
ડુંગળીના રસમાં ફાઇબરનું પ્રમાણ ભરપૂર હોય છે. તેથી તે આંતરડામાં રહેલા બેક્ટેરિયાને દૂર કરે છે. ડુંગળીનો રસ પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે ફાયદાકારક છે

શરદી અને શ્વાસ લેવામાં સમસ્યા
ડુંગળીમાં એક્સપેક્ટોરેંટ ગુણ હોય છે. જે ઉધરસ અને શ્વાસની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ડુંગળીનો ઉપયોગ પ્રાચીન સમયથી કફ, ચેપ દૂર કરવા માટે થતો આવ્યો છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે
શરીરને ચેપથી બચાવવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડુંગળીમાં રહેલા પદાર્થો શરીરમાં સરળતાથી ભળી જાય છે અને ઘણા પ્રકારના રોગોને મટાડવામાં મદદ કરે છે.

વાળ ખરતા અટકાવે
ખરતા વાળથી પીડાતા લોકોએ ડુંગળીના રસનો ઉપયોગ કરવો જોઈએ. આ રસને વાળના મૂળ પર એક કલાક સુધી લગાવો અને પછી તેને શેમ્પૂથી ધોઈ નાખો. તેનાથી ડેન્ડ્રફ અટકવાની સાથે વાળ ખરતા પણ રોકી શકાય છે. બાળકને માથામાં જૂ હોય તો પણ ડુંગળીનો રસ ઉપયોગી થઈ શકે છે.

ત્વચાને ચમક આપે
શરીરને રોગોથી બચાવવાની સાથે ત્વચાની સફાઈમાં પણ ડુંગળીનો ઉપયોગ ફાયદાકારક છે. આ માટે ડુંગળીનો રસ અને એપલ વિનેગર સમાન માત્રામાં મિક્સ કરી રોજ ત્વચા પર લગાવો. તેનાથી ત્વચાનું PH સંતુલિત રહે છે.

મધમાખીના ડંખ પર રાહત
મધમાખી કરડવાથી થતા દુ:ખાવામાં રાહત મેળવવા ડુંગળીનો રસ લગાવી શકાય છે. તે દુ:ખાવો ઓછો કરવાની સાથે ડંખને પણ સરળતાથી દૂર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો