બીટ એક ફાયદા અનેક, શરીરમાં રહેલી બિમારીઓને કરી દેશે દૂર, હૃદય માટે પણ છે ફાયદાકારક

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. લીલી હળદર, ટામેટાં અને બીટ મળવાનાં શરૂ થઇ ગયાં છે. સામાન્ય રીતે બીટનું સેવન મોટા ભાગે લોકો સલાડમાં કરતા હોય છે, જેના લાલ રંગના કારણે મોટા ભાગના લોકો એમ જ માને છે કે બીટ માત્ર હિમોગ્લોબિન વધારશે, પરંતુ બીટના એક નહીં, અનેક ફાયદા છે.

જો તમે વજન ઉતારવાનું વિચારી રહ્યા છો તો આ બીટ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. બીટના જ્યૂસમાં વિટામિન-સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનીન જેવાં પોષકતત્ત્વો હોય છે, જે તમારા પેટની ચરબી ઓછી કરે છે. બીટને તમે બાફી અથવા તો શેકીને પણ ખાઇ શકો છો, જોકે તેને બાફતાં કે શેકતાં તેમાં રહેલાં પોષકતત્ત્વો ઓછાં થઇ જાય છે. એવામાં બીટનું જ્યૂસ વધારે ફાયદાકારક છે.

બીટના જ્યૂસમાં ઓછી માત્રામાં કેલરી હોય છે અને આ જ્યૂસથી એનર્જી પણ મળે છે. બીટમાં મેગ્ને‌િશયમનો ભરપૂર સ્રોત હોય છે. મેગ્નેશિયમ એક એવું ખનિજ છે, જે વજન ઓછું કરવા માટે મદદરૂપ થાય છે.

બીટ હૃદય માટે પણ ફાયદાકારક છે. બીટનું જ્યૂસ તમને હાઇપરટેન્શન અને હાર્ટ પ્રોબ્લેમથી દૂર રાખે છે. બીટના જ્યૂસનું સેવન કરવાથી વ્યક્તિના શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે.

હાઇ બીપીની સમસ્યાથી પરેશાન હો તો બીટનું જ્યૂસ પીવાથી માત્ર એકાદ-બે કલાકમાં શરીર નોર્મલ થઇ જાય છે.

ફાઇબરથી ભરપૂર બીટ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્મૂધ બનાવે છે અને પેટ સંબંધિત તમામ બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે.

બીટ ચહેરા પર પડતી કરચલી દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે, તેમાં હાજર એન્ટિ-ઓક્સિડન્ટ ચહેરા પર પડેલી કરચલી હટાવવામાં મદદ કરે છે. આ સમસ્યા દૂર કરવા નિયમિત બીટનો રસ ચહેરા પર લગાવો.

પૌષ્ટિકતાથી ભરપૂર બીટમાં નેચરલ શુગર હોય છે. આ સિવાય કેલ્શિયમ, મિનરલ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ક્લોરિન, આયોડીન અને અન્ય મહત્ત્વપૂર્ણ વિટામિન મળી જાય છે. આ માટે ઘરમાં બાળકોને બીટ સલાડ કે જ્યૂસ રૂપે ચોક્કસથી ખવડાવો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો