યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનુ મોત, 22 વર્ષીય ચંદન જિંદલનું બીમારીને કારણે નિધન
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારના રોજ પણ એક મોટી ખરાબ ન્યૂઝ સામે આવી છે. રિપોર્ટ મુજબ યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. આ વિદ્યાર્થીનું મોત બીમારીને કારણે થયું હોવાનું કહેવાય છે. પંજાબના એક વિદ્યાર્થીનું યુક્રેનમાં યુદ્ધ દરમિયાન મોત થયું છે. ગઇકાલે પણ નવીન નામના વિદ્યાર્થીનું ખારકીવમાં મોત થયું હતું, પણ એ નિધન હુમલાને કારણે થયું હતું. તમને જણાવી દઈએ કે રશિયન સેના યુક્રેનમાં ખતરનાક રીતે હવે હુમલા કરી રહી છે. યુદ્ધના સાતમા દિવસે રશિયન સેના રાજધાની કીવ સુધી પહોંચી ગઈ છે. સવારથી જ ગોળીબારી ચાલી રહી છે. અનેક ઈમારતોને રશિયાએ નિશાનો બનાવી છે, જેમાં ઘણા લોકોના મોત પણ થયા છે.
રિપોર્ટ મુજબ 22 વર્ષીય ચંદન જિંદલ વિન્સ્તિયાની મેમોરિયલ મેડિકલ યુનિવર્સિટીમાં ભણતો હતો અને ત્યાં તેની તબિયત બગાડી ગઈ હતી, ત્યાર બાદ તેને વિનિસ્તિયાની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો હતો અને સ્થિતિ બગડતા તેને ICUમા એડમીટ કરાયો હતો અને બેન સ્ટ્રોકને કારણે તેનો જીવ ગયો હતો. ચંદન પંજાબના બરનાલા જિલ્લામાં રહેતો હતો.
મંગળવારે પણ યુક્રેનના ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે
યુક્રેન પર રશિયાના હુમલા દરમિયાન એક ભારતીય નાગરિકનું મોત થઈ ગયું છે. આ રીતે રશિયાના હુમલાએ ભારતને જખમ આપ્યું છે. યુક્રેન યુદ્ધમાં પહેલા ભારતીય નગરિકનું મોત થવાની પુષ્ટિ થઈ છે. જે વિદ્યાર્થીનું મોત થયું છે તે મેડિકલનો વિદ્યાર્થી હતો. તેનું નામ નવીન કુમાર છે જે કર્ણાટકનો રહેવાસી હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ ટ્વીટ કરીને યુક્રેનના ખારકીવમાં આજે સવારે થયેલા ભીષણ હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીના મોતની પુષ્ટિ કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે અમે સખત દુઃખ સાથે આ વાતની પુષ્ટિ કરી રહ્યા છીએ કે, આજે સવારે ખારકીવમાં થયેલી બોમ્બવર્ષામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે. મંત્રાલય ભારતીય વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે પોતાની ગાઢ સંવેદના વ્યક્ત કરીએ છીએ. વિદેશ મંત્રાલય સતત રશિયા અને યુક્રેનના રાજદૂતો સાથે સંપર્કમાં છે અને ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે સુરક્ષિત માર્ગે કાઢવામાં આવી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, કેટલાક વિદ્યાર્થી અત્યારે પણ ખારકીવ સહિત બીજા શહેરોમાં ફસાયા છે. રશિયા અને યુક્રેનમાં ઉપસ્થિત રાજદૂત પણ આ પ્રયાસમાં લાગ્યા છે. ટીવી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આજે સવારે બચાવ અભિયાન દરમિયાન જ ભારતીય વિદ્યાર્થી રશિયાના હુમલાની ઝપેટમાં આવી ગયો. જેવા જ આ સમાચાર ભારતીય મીડિયામાં આવ્યા કે, યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોના પરિવારજનોની ધડકનો વધી ગઈ. લોકો પોતાના દીકરા-દીકરીઓની સુરક્ષિત વાપસીની પ્રાર્થના કરી રહ્યા છે.
આજે સવારે જ યુક્રેનમાં ભારતીય દૂતાવાસે બધા ભારતીય નાગરિકોને વહેલી તકે રાજધાની કીવ છોડવા કહ્યું હતું. ત્યારબાદ જ લાગવા માડ્યું હતું કે, કીવમાં પરિસ્થિતિ ઝડપથી બગડી શકે છે અને ત્યાં ભીષણ હુમલા થઈ શકે છે. રશિયા તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઇકનો વીડિયો પણ સામે આવ્યો છે. ભારતીય નાગરિકોની ચિંતા વધતી જઈ રહી છે અને બપોર બાદ રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થી માર્યા જવાના દુઃખદ સમાચાર આવ્યા છે. મંગળવારે જ ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરીને કહ્યું કે, વિદ્યાર્થી સહિત બધા ભારતીય બીજા સાધનથી આજે તાત્કાલિક કીવ છોડી દે.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ ત્યાં હવાઈ ક્ષેત્ર બંધ છે એવામાં ભારત સરકાર ત્યાં ફસાયેલા પોતાના નાગરિકોને રોમાનિયા, હંગરી, પૉલેન્ડ અને સ્લોવાકિયા સાથે લાગેલી યુક્રેન સીમાની ચોકીઓ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે. મોદી સરકારે પોતાના ચાર મંત્રીઓને યુક્રેનથી ભારતીયોને કાઢવામાં મદદ કરવા માટે પાડોશી દેશોમાં મોકલ્યા છે. બીજી તરફ એરઈન્ડિયા સાથે સાથે ઇન્ડિગો, સ્પાઇસ જેટ પણ ઓપરેશન ગંગામાં સામેલ થઈ ગઈ છે. ભારત સરકાર યુક્રેન મિશનનો પૂરો ખર્ચ ઉઠાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અત્યારે પણ યુક્રેનમાં લગભગ 6000 ભારતીય નાગરિક ફસાયેલા હોય શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..