ભરૂચમાં ધર્માતરણ વચ્ચે વધુ એક વિવાદ, હિંદુઓને ઘર વેચવા લાલચ અપાઇ, એક ઘરના એક કરોડ આપવા તૈયાર
ભરૂચના કાંકરિયામાં ધર્માતરણ વચ્ચે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં ભરૂચ શહેરમાં હિંદુઓને ઘર વેચવા લાલચ અપાઇ રહી છે. તેમાં વિદેશથી મેસેજ અને વોટેસએપ કોલ આવી રહ્યાં છે. તેમાં એક કરોડ પ્રતિ ઘર લેખેની ઓફર અપાઈ રહી છે.
આદિવાસી પરિવારોને આર્થિક લાલચ આપી ધર્માતરણ કરાવાયુ
ભરૂચના આમોદમાં ધર્મપરિવર્તનનો મામલે ભરૂચ પોલીસની તપાસનો દોર સુરત સુધી પહોંચ્યો છે. જેમાં બાળકોને સુરત મદરેસામાં અભ્યાસ માટે મોકલ્યાનો ખુલાસો થયો છે. તેમાં ભરૂચ પોલીસની ટીમે મદરેસામાં તપાસ હાથ ધરી છે. તેમાં પરિવારના બાળકોને સુરતના મદરેસામાં અભ્યાસ અર્થે મોકલાયા હોવાનું બહાર આવ્યું છે. તથા સુરતના પલસાણા તાલુકાના મદરેસામાં બાળકોને મોકલાયા હોવાની માહિતી છે. તેથી ભરૂચ પોલીસની એક ટીમે મદરેસા પર પહોંચી તપાસ હાથ ધરી છે.
આમોદ પોલીસમાં જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ અપાઇ
ઉલ્લેખનિય છે કે ભરૂચના આમોદમાં ધર્માંતરણ મુદ્દે 9 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં 100થી વધુ લોકોનું ધર્માંતરણ કરાવ્યાનો પર્દાફાશ થયો છે. તથા ધર્માંતરણ માટે લંડનથી ફંન્ડિંગ થતું હોવાનું ખુલ્યું હતુ. ધર્માંતરણનો મુદ્દો ભરૂચ જિલ્લામાં પહોંચ્યો છે. જેમાં આમોદના કાંકરિયા ગામે હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. તેમાં 100 થી વધારે લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવતા પોલીસ ફરીયાદ થઇ છે. તેમાં 9 ઈસમો સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે. તથા લંડનમાંથી ધર્મપરિવર્તન માટે ફન્ડિંગ થતું હોવાનું સામે આવ્યું છે. વસાવા પરિવારોને મુસ્લિમ બનાવવા માટે ભરૂચમાં ફન્ડિંગ કરાયુ હતું. જેમા આમોદ પોલીસમાં જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ અપાઇ હતી.
હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગ કરાતો
આ સમગ્ર પ્રકરણમાં મૂળ નબીપુરનાં અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલનાઓની સંડોવણી સામે આવી છે. અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે. વિદેશમાંથી ફંડ ઉભુ કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગ કરાતો હતો.
આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ
આ પ્રવૃતિ અંગે કાંકરીયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરીયાદ આપતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે. આ બાબતે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરાનાઓના માર્ગદર્શન હેઠળ અને ઉપરોકત ધર્મ પરિવર્તન કરાવવા માટેના સરકારના નિયમો જોતા તેનુ પાલન થયું ન હોવાથી હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમા સહાય કરતા ઈસમો વિરૂદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..