કિશન હત્યા કેસમાં ગુજરાત એટીએસનું મોડી રાત્રે ઓપરેશન: દિલ્હીથી મૌલાના કમર ગનીની ધરપકડ
કિશન હત્યા કેસમાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગુજરાત એટીએસએ મોડી રાત્રે ઓપરેશન કર્યું છે. તેમાં દિલ્હીથી મૌલાના કમર ગનીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ કમર ગની ઉસ્માની કિશન કેસમાં આરોપી છે.
પાકિસ્તાનના 3થી 4 સંગઠનના નામ ખુલ્યાં
ઉલ્લેખનિય છે કે ધંધુકામાં કિશન ભરવાડની હત્યા હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. જેમાં પાકિસ્તાનના 3થી 4 સંગઠનના નામ ખુલ્યાં છે. ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો કેસમાં મોટો ખુલાસો થયો છે. મૌલવીની ધરપકડ બાદ પૂછપરછમાં ખુલાસો કરવામાં આવ્યો છે. કિશન ભરવાડની હત્યાનો પ્લાન જમાલપુરમાં બન્યો હતો. આ સિવાય આરોપી ઐયુબને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેને લઇ પોલીસ આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરશે. આ સિવાય ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ સામે ચોંકાવનારું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. જેમા પાકિસ્તાનના 3થી 4 સંગઠનના નામ ખુલ્યાં છે.
મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવકની હત્યાના મામલે આરોપી મૌલાનાની ધરપકરડ બાદ ખુલાસો થયો છે. મૌલાના ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ પુછપરછમાં દરમિયાન મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો.
બીજી તરફ આ કેસના તાર હવે રાજકોટ પહોંચ્યા
તેમજ મૌલાના કટ્ટરવાદી સ્પીચ આપીને યુવકોને ભડકાવતો હતો. જેને લઈને પોલીસે કટ્ટરવાદી સંગઠન અંગે પણ તપાસ કરી છે. તો ધોળકા હત્યા કેસની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય 7 ટીમ અને ગુજરાત ATS પણ જોડાઈ છે. કેસમાં અમદાવાદ અને મુંબઈના મૌલવીના નામ સામે આવતા બંને તપાસ એજન્સી તપાસ તેજ કરી છે. તહરીક-એ-તહફુઝ-એ નમૂસ-એ-રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.આ સંગઠન પહેલાં તહેરિક એ ફરૌખ ઈસ્લામ નામથી ઓળખાતું હતું. તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરીકે લબ્બેક સાથે સંબંધ છે. બીજી તરફ આ કેસના તાર હવે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટની વ્યક્તિએ મૌલાના ઐયુબને હથિયાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ધંધુકાની મસ્જિદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
મૌલાના ખાલિદ રીઝવી પાકિસ્તાનનો કટ્ટરપંથી
જેમા હત્યારા શબ્બીરે પણ પૂછપરછમાં મસમોટો ખુલાસો કર્યો છે. તેણે પૂછપરછમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની મૌલાના ખાલિદ હુસૈન રિઝવીના ભાષણ સાંંભળ્યા હતા અને રિઝવીના ભાષણથી શબ્બીર કટ્ટરવાદી બન્યો હતો. મળતી માહિતી અનુસાર મૌલાના ખાલિદ રીઝવી પાકિસ્તાનનો કટ્ટરપંથી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..