કાશ્મીરી પંડિતો પર ફારુક અબ્દુલાએ કહ્યું: પલાયણનું કારણ દિલ્હીમાં બેઠેલી સરકાર હતી, જો હું જવાબદાર નીકળું તો ક્યાંય પણ ફાંસીએ લટકાવી દેજો

કાશ્મીર પંડિતોના મુદ્દા પર બનેલી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સ હાલ સમાચારમાં છે. તાજેતરની કન્ટ્રોવર્સીની વચ્ચે નેશનલ કોન્ફરન્સના લીડર ફારુક અબ્દુલ્લાએ આ મુદ્દા પર પ્રથમ વખત નિવેદન આપ્યું છે. ફારુકે કહ્યું કે કાશ્મીર પંડિતોના પલાયણનું કારણ ત્યારની દિલ્હીમાં બેઠેલી સરકાર હતી. તેમણે વધુમાં કહ્યું કે જો તે પલાયણ માટે જવાબદાર નીકળે છે તો પછી તેમને ક્યાંય પણ ફાંસીએ ચઢાવી દેવા જોઈએ.

ફારુક અબ્દુલ્લાએ આજતકને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું- દરેક કાશ્મીરી ઈચ્છે છે કે કાશ્મીર પંડિત પરત ફરે. 1990માં જે થયું તે ષડયંત્ર હતું. કાશ્મીરી પંડિતોને ષડયંત્ર અંતર્ગત ભગાડવામાં આવ્યા. તે સમયે જે દિલ્હીમાં બેઠા હતા, તે તેના માટે જવાબદાર છે. મારુ હૃદય આજે પણ તે ભાઈઓ માટે રડી રહ્યું છે.

ફારુકે પીએમ મોદીની સરખામણી હિટલર સાથે કરી
કાશ્મીર ફાઈલ્સ પર અબ્દુલ્લાએ કહ્યું કે આ ફિલ્મ હૃદયને જોડી રહી નથી, તોડી રહી છે. આ આગને આપણે ઓલવીશું નહિ તો તે દેશને શોલેની જેમ સળગાવી દેશે. હું વજીરે આઝમને કહીશ કે મેહરબાની કરીને એવી ચીજો ન કરો, જેનાથી રાજ્યમાં એવી સ્થિતિ સર્જાય જેવી હિટલરના જમાનામાં જર્મનીની હતી.

જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવે
ફારુકે આગળ કહ્યું કે 370 ખત્મ થયાને કેટલો સમય થયો. શું બોમ્બ બ્લાસ્ટ બંધ થયા. તમારી આટલી સેના અહીં છે તે શાં માટે રોકી ન શકી. જમ્મુ-કાશ્મીરમાં હાલ પણ લોકોની હત્યા થઈ રહી છે. અહીં આજે પણ કાશ્મીરી પંડિતોના 800 કુંટુંબો રહે છે. શું કોઈએ તેમને હાથ લગાવ્યો. પુલવામાના બંશીલાલે નિવેદન આપ્યું છે કે હું અહીં જ રહ્યો, હું ન ગયો, હું અહીં ખૂબ જ ખુશ છું. વાતોવાતોમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપવવાની વાત પણ તેમણે કહી.

ઈમાનદારીથી ચૂંટાયેલા હિન્દુ સીએમ મંજૂર છે
ઈન્ટરવ્યૂના અંતમાં ફારુકે ઘાટીમાં હિન્દુ સીએમ બનાવવા અંગે કહ્યું કે જો હિન્દુ સીએમ ઈમાનદારીથી ચૂંટાઈને આવે છે તો કોઈ કાશ્મીરી આંગળી નહિ ઉઠાવે. જો અપ્રમાણિકતાથી આવશે તો અમે સ્વીકારીશું નહિ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો