મુશર્રફે પાકિસ્તાનને ચેતવ્યુઃ ‘આપણે એક અણુ બોમ્બ ફેંકીશું તો ભારત 20 બોમ્બ ફેંકીને સાફ કરી દેશે
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફએ જણાવ્યું કે, જો પાકિસ્તાને જો ભારત પર એક પણ ન્યૂક્લિયર હુમલો કર્યો તો ભારત 20 ન્યૂક્લિયર હુમલા કરી પાકિસ્તાનને નષ્ટ કરી શકે છે.
પાકિસ્તાનના અખબારમાં છપાયેલા એક લેખ મુજબ, શુક્રવારે એટલે કે, 22-2-2019ના રોજ યૂએઇમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પરવેઝ મુશર્રફએ જણાવ્યું કે, ભારત પાકિસ્તાનના સંબંધો ખતરનાક મોડ પર પહોચ્યા છે. બંને વચ્ચે કોઇ પરમાણુ હુમલો નહીં થાય. જો પાકિસ્તાન ભારત પર એક પરમાણું હુમલો કરશે તો ભારત પાકિસ્તાન પર 20 પરમાણું હુમલા કરીને પાકિસ્તાને સમાપ્ત કરી દેશે.
આ ઉપરાંત પરવેઝ મુશર્રફએ ધમકીના સ્વરમાં કહ્યું કે, ભારત પાકિસ્તાને સમાપ્ત ન કરી શકે માટે પાકિસ્તાને 50 એટોમ બોમ્બથી હુમલો કરવો જોઇએ, જેથી ભારત 20 બોમ્બ પાકિસ્તાન પર ન વરસાવી શકે. મુશર્રફએ પાકિસ્તાને સવાલ કર્યો કે, શું પાકિસ્તાન 50 બોમ્બથી હુમલો કરવા સક્ષમ છે?
પાકિસ્તાનના પૂર્વ લશ્કરી શાસકનું આ નિવેદન જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના એક સપ્તાહ પછી આવ્યું છે. આ હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા.
મુશર્રફે આ દરમિયાન એવો પણ દાવો કર્યો હતો કે ઈઝરાયેલ પાકિસ્તાન સાથે સંબંધો સ્થાપિત કરવા માગે છે. મુશર્રફે કહ્યું હતું કે દેશની રાજકીય સ્થિતિ યોગ્ય થશે કે તેઓ પાકિસ્તાન આવવા માટે તૈયાર છે. મુશર્રફે કહ્યું હતું કે મારા મતે રાજકીય વાતાવરણ સારૂં છે અને મારી તરફેણમાં છે.
ઉલ્લેખનીય છે કે મુશર્રફે વર્ષ ૧૯૯૯માં પાકિસ્તાનમાં સત્તાપલટો કર્યો હતો અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને સત્તા પરથી હટાવ્યા હતા. મુશર્રફ ત્યાર પછી પાકિસ્તાનના લશ્કરી શાસક બની ગયા હતા.
આ પણ વાંચજો..
- છ વર્ષના બાળકે કહ્યું, મારે પણ શહીદપરિવારને મદદ કરવી છે, ડબ્બો તોડી રૂપિયા 8100 આપ્યા
- પત્થરબાજો અને આતંકીઓની હવે ખેર નથી, સીધાદોર કરવા 14 વર્ષ બાદ શ્રીનગરમાં BSF તૈનાત