મહેસાણાની જૂની મામલતદાર ઓફિસમાંમાંથી 484 જૂની મતદાન પેટીની ચોરી, પોલીસ દોડતી થઈ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષ કરતા પણ વધુ સમયની વાર છે ત્યાં મતદાન પેટીની ચોરીનો કિસ્સો સામે આવતા એક તરફ રમૂજ ફેલાઈ છે.તો સ્થાનિક વહીવટી તંત્રના હોંશ ઉડી જવા પામ્યા છે. પરિણામે લોખંડની મજબૂત એવી 484 પેટીઓ કોઈ અજાણ્યા ઇસમો ચોરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોવાની ખૂબી એ છે કે , મહેસાણા શહેરની વચ્ચોવચ આવેલા પોલીસમથકની બાજુમાં આવેલી લાંચ રુશ્વત કચેરીની બાજુમાં જૂની મામલતદાર ઓફિસમાં ઘુસી તસ્કરો આટલી ‘મોટી કળા’ કરી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
માત્ર મહેસાણામાં જ નહિ પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચકચાર મચાવનારી આ ઘટનામાં 484 જેટલી લોખંડની મતપેટીઓની ચોરી થઇ જવા પામી હોવાની પોલીસ ફરિયાદ થતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. ચાર વર્ષ પૂર્વે ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા આ મતપેટીઓને મામલતદાર કચેરીમાં મુકવામાં આવી હતી. બંધ અને જર્જરિત એવી આ કચેરીમાં પાછળના ભાગે બાકોરું પાડી ઘુસેલા તસ્કરોએ દરવાજો તોડી ઓફીસના રેકર્ડ સાથે પણ છેડ-છાડ કરી હતી. ગત ઓગસ્ટમાં કેટલાક કર્મચારીઓ જૂની મામલતદાર ઓફિસમાં મહેસૂલી રેકર્ડની તપાસ માટે ગયા હતા ત્યારે, મતપેટીઓ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. કર્મચારીઓએ અહીં મતપેટીની ગણના કરી હતી.જેમાં 460 મતપેટીઓ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે 484 મતપેટીઓની ચોરી થયાનું ફલિત થયું હતું. મહેસાણા શહેરમાં આવેલ આઝાદચોક માં આવેલ જૂની મામલતદાર કચેરી માં બનવા પામ્યો હતો આ ઘટના બાબતે, ગ્રામ્ય મામલતદારએ અજાણ્યા ઈસમો સામે ચોરી અંગે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ દાખલ કરાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..