કમર, ઢીંચણ કે સાંધાના દુ:ખાવાથી છુટકારો મેળવવા કરો આ એક વસ્તુનું સેવન

આજકાલના વ્યસ્ત જીવન અને ખાણીપીણીની ખરાબ આદતોને કારણે લોકોમાં જરુરી પોષકતત્વોની ઉણપ જોવા મળે છે. જો કેલ્શિયમની વાત કરીએ તો ખાસકરીને મહિલાઓમાં કેલ્શિયમની કમી જોવા મળતી હોય છે. જે મહિલાઓ લાંબા સમય સુધી બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવે તેમનામાં પણ કેલ્શિયમની ઉણપ ખાસ જોવા મળતી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શરીરમાં દુ:ખાવાની ફરિયાદ સામાન્ય બની ગય છે
શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો હાડકાંમાં દુ:ખાવો થવા લાગે છે. તમે જો માર્કીંગ કરશો તો દરેક વ્યક્તિ શરીરના કોઈના કોઈ ભાગમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતી જ હશે. કમરનો દુ:ખાવો, ઘૂંટણમાં દુ:ખાવો, પગની પાનીમાં દુ:ખાવો, વગેરેની ફરિયાદ સામાન્ય બની ગઈ છે.

દુ:ખાવાથી છૂટકારો મેળવવા માટે મોટાભાગના લોકો પેઈન કિલર લેતા હોય છે, પરંતુ એક સમય પછી તે પણ અસર કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં જો તમે તમારા ડાયટ પર થોડું ધ્યાન આપો તો અનેક મુશ્કેલીઓને દૂર રાખી શકો છો. તમારા રસોડામાં જ એક વસ્તુ એવી છે જે તમને દરેક પ્રકારના સાંધાના દુખાવાથી છૂટકારો અપાવી શકે છે.

તમારા રસોડામાં છે આનો ઉપચાર

જાયફળને અંગ્રેજીમાં Nutmeg કહેવામાં આવે છે. જાયફળ સરળતાથી બજારમાં મળી રહે છે અને મોટાભાગે લોકોના ઘરમાં ગરમ મસાલા તરીકે તેનો ઉપયોગ થતો જ હોય છે. ફોસ્ફરસ અને કેલ્શિયમથી ભરપૂર જાયફળના સેવનથી હાડકા મજબૂત થાય છે. આ સિવાય તેનાથી દુખાવામાં પણ રાહત મળે છે.

કઈ રીતે કરશો જાયફળનો ઉપયોગ?

જાયફળને સૌથી પહેલા પીસીને પાવડર બનાવી લો. દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં થોડો પાવડર મિક્સ કરીને પીઓ. થોડાક જ દિવસમાં તમને અસર દેખાશે.

તમે ઈચ્છો તો તલના તેલમાં જાયફળને ઘસીને સહેજ ગરમ કરો અને ઠંડુ પડે એટલે દુ:ખાવો થતો હોય ત્યાં માલિશ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો