શિયાળામાં કમર, ઘૂંટણ, સાંધાઓના દુખાવો થતો હોય તો નહીં ખાવી પડે પેનકિલર, બસ આ 1 દેશી વસ્તુનું કરી લો સેવન
શરીરમાં કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોની કમીને કારણે હાડકાંઓ નબળા થવા લાગે છે અને શરીરના દુખાવાની સમસ્ય વધે છે. વધતી ઉંમરમાં પણ કમર, ઘૂંટણ, શરીરમાં સાંધાઓમાં દુખાવો થવો સામાન્ય કહી શકાય છે, જેમાં લોકો પેઈનકિલર ખાઈને સારું કરી દે છે. પણ થોડા સમય પછી ફરી પાછો દુખાવો શરૂ થઈ જાય છે. આજે અમે તમને જાયફળના એવા ફાયદા વિશે જણાવીશું, જેનાથી દુખાવો તો દૂર થશે જ સાથે અન્ય ઉપાય પણ જણાવીશું.
દુખાવા માટે જાયફળના ફાયદા
આમ તો મસાલા રૂપે બધાંના ઘરમાં જાયફળનો ઉપયોગ થતો હોય છે. જાયફળમાં ભરપૂર પ્રમાણમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે, સાથે જ તેમાં નેચરલ પેઈનકિલર પ્રોપર્ટી અને એન્ટીઈન્ફ્લામેટરી તત્વ પણ રહેલું છે. જેથી તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે અને શરીરના દુખાવામાં પણ રાહત મળે છે.
આ રીતે કરો સેવન
1 જાયફળને પીસીને તેનો પાઉડર તૈયાર કરી લો. હવે રોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ નવશેકા પાણી ચપટી જાયફળનો પાઉડર મિક્સ કરીને પીવો. શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થતો હોય ત્યારે ગરમ પાણીમાં 1 નાની ચમચી જાયફળ ચૂર્ણ મિક્સ કરીને લઈ લેવાથી દુખાવામાં આરામ મળે છે.
અન્ય ફાયદા
રાતે જાયફળ પાણીમાં ઘસીને તેનો લેપ કમર પર લગાવવાથી કમરના દુખાવામાં આરામ મળે છે.
આ સિવાય 1 ભાગ જાયફળના તેલમાં 4 ભાગ સરસિયાનું તેલ મિક્સ કરીને સાંધાઓના દુખાવા, સોજા અને મચકોડ પર 2-3 વાર લગાવી માલિશ કરવાથી તરત રાહત મળે છે.
રોજ જાયફળને નવશેકા પાણી સાથે લેવાથી હાડકાં મજબૂત થાય છે અને સાંધાઓનો દુખાવો દૂર રહે છે.
રોજ જાયફળનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ જેમ કે કબજિયાત, એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..