અજીત ડોવાલે ઈઝરાયેલ જેવુ જ તૈયાર કર્યું ‘ઓપરેશન જૈકબૂટ ‘, બુરહાન વાની થી લઈ રિયાઝના ખાત્માની અજીત ડોવાલે લખી હતી પટકથા

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલને ભારતના જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે. હિઝબુલ મુઝાહિદ્દીનના ચીફ કમાંડર રિયાઝ નાયકૂના ખાતમાથી ડવાલની જેમ્સ બોન્ડની છબી વધારે મજબુત બની છે. ઓપરેશન જૈકબૂટના કારણે જ આજે નાયકૂ જીવિત નથી. નાયકૂ ઓપરેશન જૈકબૂટની યાદીનો આખરી આતંકવાદી હતો જેને તેના પૈતૃક ગામમાં પોતાના જ ઘરમાં ભારતીય સેનાએ ઠાર કરી નાખ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જૈકબૂટ ઓપરેશનની કેમ જરૂર પડી

ડોવાલે ઓપરેશન જૈકબૂટ ત્યારે લોન્ચ કર્યું હતું જ્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા, કુલગામ, અનંતનાગ અને શોપિયાં જીલ્લાને આતંકવાદીઓ તરફઈ આઝાદ વિસ્તાર માની લેવામાં આવ્યો હતો. બુરહાન વાનીના ગ્રુપમાં સબજાર ભટ્ટ, વસીમ માલા, નસિર પંડિત, ઈશફાક હમીદ, તારિક પંડિત, અફાકુલ્લાહ, આદિલ ખાંડે, સદ્દામ પદ્દાર, વસીમ શાહ અને અનીસ જેવા કાશ્મીરી યુવાઓ હતા. આ તમામે મળીને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓને નવી જ દિશા આપી દીધી હતી.

વિદેશી આતંકવાદીઓને પૃષ્ઠભૂમિમાં ધકેલી દેવામાં આવ્યા કારણ કે આ કાશ્મીરી આતંકીઓ સ્થાનિક યુવાઓને આતંકવાદના રસ્તે લઈ જવામાં સતત સફળતા મેળવી રહ્યા હતાં. ભણેલા ગણેલા કાશ્મીરી યુવાઓ માટે આતંકવાદનો માર્ગ અખત્યાર કરવો એક શોખ બનવા લાગ્યો હતો. તેઓ સ્થાનિક પોલીસને પણ ટોર્ચર કરવા લાગ્યા હતાં, તેમના પરિવારોને હેરાનગતિ પણ કરતા અને ઘણી વાર તો તેમની હત્યા પણ કરતા જેથી કરીને તેઓ આતંકવાદી અભિયાનોનો ભાગ ના બને. બુરહાન વાનીનું આ ગ્રુપ તો આસપાસના અનેક ગામમાં કોઈ પણ પ્રકારના ડર વગર પાર્ટીઓ કરવા લાગ્યા હતાં. આ ગ્રુપે એક શક્તિશાળી ફોન બનાવી લીધી હતી. કાશ્મીરના લોકો પણ સુરક્ષા બળોની તમામ જાણકારી આ ગ્રુપને એટલા માટે આપતા હતા કારણ કે તેઓ પોતાની જ અંદરના યુવકો હતા.

કાશ્મીરમાં પોતાના ‘આંખ-કાન’ના કારણે ડોવાલે લખી પટકથા

પાકિસ્તાન તરફી કાશ્મીરી યુવાઓએ આતંકવાદી સંગઠનોમાં શામેલ થવાના કારણે ડોવાલ થોડા ચિંતિત તો જરૂર હતા પણ તેમને પોતાની એક રણનીતિ અને સુરક્ષાબળોની ક્ષમતા પર પુરો વિશ્વાસ હતો. ડોવાલને આ પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કડક અને મોટા પગાઅ ભરવાની જરૂરિયાત અનુભવાઈ. ડોવાલે પોતાના એ સોર્સનો ઉપયોગ કર્યો જેમને કાશ્મીરમાં ડોલાની ‘આંખ-કાન’ કહેવામાં આવે છે. ડોવાલના આ આંખ-કાન વિશે સુરક્ષા બળોને પણ વધારે ખબર નથી હોતી. ઈંટેલિજેન્સ સર્કલમાં તેમને ‘ડોવાલ સાહબની એસેટ્સ’ પણ કહેવામાં આવે છે.

ડોવાલે પોતાની આ એસેટ્સના જોરે ઓપરેશન જૈકબૂટનો પ્લાન તૈયાર કર્યો અને તેને અંજામ આપવા સક્રિય બન્યા. આ ઓપરેશન અંતર્ગત મારવામાં આવેલા આતંકવાદીઓની યાદીમાં બુરહાનના એ 10 સાથીદારોને પણ સામેલ કરવામા આવ્યા જે 10 સાથીઓથી ઘેરાયેલા બુરહાન વાનીના વાયરલ થયેલા ફોટામાં નજરે નહોતા પડ્યા. તેમાનું એક નામ હતુ લતીફ ટાઈગર. જે બુરહાન વાનીનો ખુબ જ નજીકનો હતો. પરંતુ વાયરલ થયેલા ફોટામાં તે પણ નહોત્તો. 3 મે, 2019ના રોજ ટાઈગર સહિત ત્રણ આતંકી ઠાર મરાયા હતા. આ અગાઉ બુરહાનને 8 જુલાઈ, 2016માં જ દુનિયામાંથી રૂખસદ આપી દેવામાં આવી હતી.

ઈઝરાયેના ઓપરેશન ‘રૈથ ઓફ ગોડ’ જેવુ જ હતુ ઓપરેશન જૈકબૂટ

ડોવાલનું આ ઓપરેશન જૈકબૂટ પણ ઈઝરાયેલ સરકારના ઓપરેશન ‘રૈથ ઓફ ગોડ’ જેવુ જ હતું. ઈઝરાયેલની સરકારે જર્મનીના મ્યૂનિચમાં આયોજીત 1972ની સમર ઓલિમ્પિકમાં માર્યા ગયેલા પોતાના 18 ખેલાડીઓના મોતનો બદલો લેવા માટે પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન વિરૂદ્ધ એક રહસ્યમય અભિયાન હાથ ધર્યું હતું. અજીત ડોવાલે પણ ઈઝરાયેલ સરકારની જેમ જ એ તમામ કાશ્મીરી આતંકવાદીઓનો ખાતમો બોલાવવાની રૂપરેખા તૈયાર કરી નાખી હતી. જે આખરે રંગ લાવી રહી છે.

બુરહાન વાનીની આખી ટીમનો ખાતમો

બુરહાન ગ્રુપ તરફથી જે લોકોનો ખાતમો બોલાવવામાં આવી ચુક્યો છે તેમાં સબજાર અહમદ ભટ્ટ (મે 2017), વસીમ માલા (એપ્રિલ 2015), નસીર અહમદ પંડિત (એપ્રિલ 2016), અફાકુલ્લા ભટ્ટ્ (ઓક્ટોબર 2015), આદિલ અહમદ ખાંડે (ઓક્ટોબર 2015), સદ્દામ પદ્દાર, વસીમ શાહ અને અનીશ (મે 2018)નો પણ સમાવેશ થાય છે. મોહમ્મદ રફી ભટ્ટ પણ પદ્દારની સાથે જ માર્યો ગયો હતો. બુરહાન ગ્રુપનો એકમાત્ર આતંકી જીવિત 2016માં ઝડપી લેવામાં આવ્યો હતો.

બુરહાન માર્યા ગયા બાદ હિઝબુલને તત્કાળ એક તરરિયા કાશ્મીરની યુવકની જરૂર હતી જેને કાશ્મીર ખીણમાં આતંકના નવા પોસ્ટર બોયના રૂપમાં સામે લાવી શકાય. આ જ સમયે તેમના હાથે રિયાઝ નાયકૂ લાગી ગયો. નાયકૂ ગણિતનો શિક્ષક હતો. તે સારૂ એવુ પેંટિંગ પણ કરી શકતો હતો. બુરહાનની માફક તે પણ ચશમા પહેરતો હતો. ઝાકિર મુસાએ 2017માં જ્યારે હિઝબુલનો સાથ છોડ્યો ત્યારે એ નાયકૂ જ હતો જેણે સંગઠનને તુટતું બચાવ્યું હતું. મુસાએ ત્યારે અંસાર ગઝવાતુલ હિંદ નામનું નવુ આતંકી સંગઠન બનાવ્યું જેને અલ-કાયદાની ઈન્ડિયન વિંગ માનવામાં આવતુ હતું. પરંતુ મૂસાને પણ 23 મે, 2019ના રોજ પુલવામાના ત્રાલ સેક્ટરમાં દર્દસારા ગામમાં ઠાર મારવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો