NRI પટેલે સેવાની સુવાસ મહેંકાવી: વતન સાયલામાં ગરીબોનો મફત ઈલાજ કરવા દવાખાના માટે 4 કરોડની જમીન દાનમાં આપી
સાયલા તાલુકા માટે આરોગ્ય એટલે સુરેન્દ્રનગરની હોસ્પીટલ સિવાય કોઇ વિકલ્પ ન હતો. ત્યારે અમેરીકા રહેતા સાયલાના પટેલ યુવાનને માદરે વતનમાં ગરીબ દર્દીઓની દર્દની વેદનાનો સાયલામાં નિદાન થાય તે માટે અંદાજીત 4 કરોડની જમીન અને રૂ. 25 લાખ આપીને અઘતન દવાખાનું બનાવ્યું હતુ.
પરિવારજનોનો દેહદાનનો સંકલ્પ
જીવતા લોકોના દુ:ખ દર્દમાં ભાગીદાર બનીએ પણ મૃત્યુ બાદ શરીર કામ આવે તો જીવન સાર્થક બને તેવા ઉદાહરણરૂપ બનેલા પરિવારના નરસિંહભાઇ ઠાકરશીભાઇ સભાણીને અમેરીકામાં વિચાર આવ્યો અને માદરે વતન સાયલા તાલુકાના દર્દીઓના ઇલાજ માટે 35 કીમી દૂર સુરેન્દ્રનગરની હોસ્પીટલ જવું પડે છે. અમેરીકા રહેતા સાયલાના નરસિંહભાઇ પટેલે ગરીબ દર્દીઓની દર્દની વેદનાનો સાયલામાં નિદાન થાય તે માટે પિતા ઠાકરશીભાઇ બેચરભાઇ સભાણીને વાત કરતા તેમને પોતાની કિમતી રોડ ટચ જમીન આપવાની તૈયારી બતાવી અને 3 એકર અંદાજીત 4 કરોડની જમીન અને રૂ.25 લાખ આપીને અઘતન રૂરલ હેલ્થ ટ્રેનીંગ સેન્ટર કાર્યરત થયુ છે.
છેલ્લા એક દાયકા દવાખાનામાં ફિઝીયોથેરાપી, બાળકો, આંખ, ટીબી સહિતના અનેક દર્દીઓના ઇલાજ થતા ગરીબ દર્દીઓ માટે આર્શિવાદ રુપ બની રહયું છે.અને નરસિંહભાઇ તેમના પત્ની મીનાક્ષીબેન સહિત તમામ પરિવારજનોએ દેહદાનનો સંકલ્પ કરી મૃત્યુ બાદ તેના શારીરીક અંગો બીજા માટે આશિવાદ રુપ બનશે.
ઘરનો દીવો બતાવવાની પરંપરા તોડીને પ્રજ્ઞા ચક્ષુને જ્યોત આપી
માત-પિતા અને યુવાન પુત્ર ગંગારામભાઇનું અવસાન થતા ઘરનો દીવો બતાવવાની પ્રણાલીને તોડીને બન્ને આંખ પ્રજ્ઞાચક્ષુને દીવારુપ બનવા માટે અર્પણ કરી પરંપરાને તોડી હતી અને ત્રણ સભ્યોનું દેહદાન કયુ આજે પણ ચાર પેઢી સુધીના પરિવારજનો દેહદાન કરશે તેવો સંકલ્પ પણ પરિવારજનોમાં જોવા મળે છે.
શિક્ષણ, આરોગ્ય અને માનવ સેવાની સરવણીથી પિતાના સંકલ્પ સાકાર થશે
માનવ સેવા એજ પ્રભુ સેવાના સંસ્કારોના કારણે સી.યુ.શાહ હોસ્જપીટલ, સાયલા પાંજરાપોળ, પ્રજ્ઞાચક્ષુ અંધ સંસ્થા, આર્શિવાદ વીકલાંગ, ચીખલી આદીવાસી શિક્ષણ સંસ્થા કે સામાજીક સેવાના કામોમાં માતબર રકમ દાન આપીને પિતા બેચરભાઇ અને માતા જમનીબાના સંકલ્પને સાકાર કરી રહયો છું. – નરસીભાઇ સભાણી, (એન.આર.આઇ)
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..