પતિ-પત્ની માટે દરેક દિવસ, દરેક પળ ખૂબ ખાસ હોય છે, ભવિષ્યમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે
એક પ્રચલિત કથા પ્રમાણે એક વ્યક્તિ પોતાના બેડરૂમમાં ગયો અને પત્નીનો કબાટ ખોલ્યો. કબાટમાં તેને એક બોક્સ દેખાયું. તે ખોલ્યું તો તેમાં એક સુંદર સાડી હતી. આ સાડી તેની પત્નીએ લગભગ 10 વર્ષ પહેલાં ખરીદી હતી. આ માણસની પત્નીએ આ સાડી ક્યારેય પહેરી ન હતી, કારણ કે તે કોઈ ખાસ પ્રસંગે આ સાડી પહેરવાં માંગતી હતી.
કોઈ સારાં પ્રસંગે પહેરવાની રાહ જોવામાં 10 વર્ષ વીતી ગયાં, પરંતુ સાડી પહેરવાનો કોઈ પ્રસંગ આવ્યો ન હતો. પતિએ એ સાડી બહાર કાઢી અને પત્નીની ઠાઠડી પાસે મૂકી દીધી. એક દિવસ પહેલાં જ તેની પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
પત્નીની ઠાઠડી પાસે રોતાં-રોતાં તે વ્યક્તિએ ત્યાં હાજર બધા લોકોને કહ્યું કે ક્યારેય ખાસ પ્રસંગની રાહ જોવામાં કોઈ વસ્તુ બચાવીને ક્યારેય રાખી મૂકવી ન જોઈએ. પતિ-પત્ની માટે દરેક દિવસ, દરેક પળ ખૂબ જ ખાસ હોય છે. ભવિષ્યમાં ગમે ત્યારે કંઈ પણ બની શકે છે. એટલા માટે વર્તમાન સમયમાં દરેક પળને ઉત્સાહ સાથે જીવવી જોઈએ.
પ્રસંગની શીખ-
આ નાનાકડાં પ્રસંગની શીખ એ છે કે વધુને વધુ સમય પરિવાર અને બાળકોની સાથે પસાર કરવો જોઈએ. કામનો તણાવ ઘરે લઈને ન આવવો જોઈએ. જો કોઈ વસ્તુ ખરીદી હોય તો તેને ભવિષ્યમાં કોઈ ખાસ પ્રસંગ માટે સાચવીને ન રાખવી જોઈએ. જ્યારે પણ તક મળે, તે વસ્તુનો ઉપયોગ કરી લેવો જોઈએ. નહીંતર ભવિષ્યમાં ક્યારે શું થઈ જશે, તે કોઈ નથી જાણતું.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..