સ્ત્રીઓના નાક વીંધાવવા ના રિવાજ પાછળ આ છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ
આપણા દેશમાં વિવિધ સંસ્કૃતિઓના સંગમને કારણે આપણે સતત બદલાતા રહ્યા છે. આપણે આપણા સમગ્ર જીવન દરમિયાન જાતજાતની વિધિઓ અને રીતિ-રિવાજો અંગે વાંચતા-સાંભળતા આવીએ છીએ.
ગર્ભાશય સાથે સીધો સંબંધઃ
મોટેભાગે આપણને ધર્મના નામે રીતિ-રિવાજ પાળવાનું જણાવવામાં આવે છે પરંતુ ભારતીય સંસ્કૃતિના દરેક રીતિ રિવાજ પાછળ સાયન્સ છુપાયેલું છે. આવી જ એક વિધિ છે નાક વીંધાવવાની. તમને એ જાણીને નવાઈ લાગશે કે નાક વીંધાવવાની વિધિનો સ્ત્રીઓના ગર્ભાશય સાથે સીધો સંબંધ છે!
સુંદરતા સાથે પણ જોડી દેવાયું છે …
ભારતીય સંસ્કૃતિમાં નાક વીંધાવવાને સ્ત્રીઓની સુંદરતા સાથે જોડી દેવામાં આવ્યું છે. નાકમાં નથણી એ સ્ત્રીઓના શૃંગારનો ખાસ ભાગ માનવામાં આવે છે. સ્ત્રીઓએ પાર્વતીજીના માનમાં નાકમાં ચુન્ની કે નથણી પહેરવી જોઈએ તેવું માનવામાં આવે છે.
વિજ્ઞાન શું કહે છે?
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી નાકમાં જે જગ્યાએ છિદ્ર પાડવામાં આવે છે ત્યાં બધી જ જ્ઞાનેન્દ્રિયોનો છેડો હોય છે. આ જગ્યા આપણા શરીરને દર્દ-દુઃખાવા સામે ટકી રહેવાની ક્ષમતા આપે છે અને આપણું અંતરબળ મજબૂત કરે છે.
આયુર્વેદ પણ આપે છે સમર્થનઃ
આયુર્વેદ મુજબ નાકનો ડાબો ભાગ સ્ત્રીઓના પ્રજનન તંત્ર સાથે જોડાયેલો હોય છે. આ ભાગમાં છિદ્ર કરવાથી સ્ત્રીઓનું ગર્ભાશય મજબૂત થાય છે અને તેમની પ્રસવ તથા પિરિયડ્સની વેદના ઓછી થઈ જાય છે.
આ કારણે નાક વીંધવામાં આવે છેઃ
ભારતના પ્રાચીન ગ્રંથોમાં પણ આ વાતને સમર્થન આપવામાં આવ્યું છે. આથી ભારતમાં સ્ત્રીના નાકના ડાબા ભાગમાં છિદ્ર પાડવામાં આવે છે.
વાસ્તવ માં,નાક વીંધાવવા થી સ્ત્રીઓ ના શરીર માં પ્રેશર હોર્મોન નું વિકાસ થાય છે, જે દુખાવા ઉપર દબાવ નાખે છે, જેના થી સ્ત્રીઓ ને દુખાવા માં થોડી રાહત મળે છે. સ્ત્રીઓ ને પ્રસુતિ ના સમયે ઘણો વધારે દુખાવો હોય છે, આ દુખાવા ને થોડું ઓછું કરવા માટે નાક વીંધાવવા માં આવે છે, કારણકે એ પ્રેશર હોર્મોન નો વિકાસ કરે છે,જેનાથી દુખાવો ઓછો થાય છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.