વૃદ્ધ મહિલાના યુવાન દીકરાનું મૃત્યુ થયું, દુઃખી થઇને તે ગૌતમ બુદ્ધ પાસે પહોંચી, મહિલાએ બુદ્ધને કહ્યું, તમે મારા મૃત દીકરાને જીવિત કરી દો. બુદ્ધે કહ્યું એક મુઠ્ઠી સરસિયાના દાણા કોઇ એવા ઘરેથી લઇને આવો કે જ્યાં ક્યારેય કોઇનું મૃત્યુ થયું ન હોય. જાણો પછી શું થયું?
એક વૃદ્ધાની ગૌતમ બુદ્ધ પ્રત્યે ખૂબ જ આસ્થા હતી. એક દિવસ તેમના યુવાન દીકરાનું મૃત્યુ થઇ ગયું. દીકરો વૃદ્ધ મહિલાનો એકમાત્ર સહારો હતો. દુઃખી થઇને તે બુદ્ધ પાસે પહોંચી.
વૃદ્ધ મહિલાએ બુદ્ધને કહ્યું, તમે મારા મૃત દીકરાને જીવિત કરી દો. તે મહિલાને એવું લાગતું હતું કે બુદ્ધ આવું કરી શકે છે. દીકરાના મોહના કારણે મહિલાએ બુદ્ધ પાસે આવી માંગણી કરી હતી.
બુદ્ધે મહિલાની વાત સાંભળી, સમજી અને થોડીવાર માટે તેઓ વિચારવા લાગ્યાં. બુદ્ધ ઇચ્છતા હતા કે આ ઘટના પછી આવનાર સમયમાં લોકોને સંદેશ મળી શકે. તેમણે વૃદ્ધાને કહ્યું, હું આવું કરી દઇશ, પરંતુ તમારે એક મુઠ્ઠી સરસિયાના દાણા કોઇ એવા ઘરેથી લઇને આવવાના છે, જ્યાં ક્યારેય કોઇનું મૃત્યુ થયું ન હોય. મૃત્યુનું દુઃખ જે પરિવારે જોયું જ ન હોય, ત્યાંથી એક મુઠ્ઠી સરસિયાના દાણા લઇને આવો.
મહિલાએ વિચાર્યું, આ તો ખૂબ જ સરળ કામ છે. એક મુઠ્ઠી સરસિયાના દાણા તો લાવવાના છે.
વૃદ્ધ મહિલાએ વિચાર્યું પણ હતું નહીં કે બુદ્ધે જે બીજી વાત કહી છે, તેનો અર્થ શું છે. મહિલા જે ઘરમાં પણ જતી, ત્યાં પ્રામાણિકતાથી કહેતી, જો તમારા ઘરમાં કોઇનું મૃત્યુ થયું ન હોય તો એક મુઠ્ઠી સરસિયાના દાણા આપો.
ગામના બધા લોકોનો એવો જ ઉત્તર રહેતો કે મૃત્યુ તો થયું છે. ખૂબ જ દુઃખદાયી પણ થઇ અને થોડા લોકોની મોટી ઉંમરે પણ થઇ છે, કોઇની અસમય થઇ છે, પરંતુ મૃત્યુ તો થઇ છે.
જ્યારે બધા ઘરમાંથી આવા જ ઉત્તર મળી રહ્યા હતાં ત્યારે મહિલા સમજી ગઇ કે બુદ્ધે મને જરૂર કંઇ જ વિચારીને જ મોકલી છે. જ્યારે તે પાછી ફરીને બુદ્ધ પાસે પહોંચી, ત્યારે તે જાણી ગઇ હતી કે એક દિવસ મૃત્યુ બધાનું આવવાનું જ છે. તેનું દુઃખ લાંબા સમય સુધી રાખવું જોઇએ નહીં.
બોધપાઠ– જ્યારે ઘર-પરિવારમાં કોઇ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થઇ જાય ત્યારે મોટાભાગના લોકો ભગવાનને અને પોતાના ભાગ્યને દોષ આપે છે. મૃત્યુ તો બધાનું થવાનું છે. એટલે કોઇના મૃત્યુ થવાથી લાંબા સમય સુધી દુઃખી રહેવું જોઇએ નહીં, વર્તમાન જીવન ખરાબ થવા લાગે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..