નીતિન પટેલની બેટિંગ, ‘હું નહીં ભલભલા રહી ગયા;મારૂ સ્થાન જતું નથી રહ્યું, મારૂ સ્થાન મતદારોના દિલમાં છે

શનિવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું હતું (Cm vijay rupani resigns). દરમિયાન ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના (New CM of Gujarat) નામોની અટકળો ચાલી રહી હતી. દરમિયાન ગાંધીનગરના કોબા ખાતે આવેલી ભારતીય જનતા પાર્ટીની વડી કચેરી (BJP Head Quarter Kamlam) ખાતે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત માટે ભાજપના ધારાસભ્યોની બેઠક (Gujarat MLA Meeting)માં નામ જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel)ની નવા મુખ્યમંત્રી તરીકે વરણી કરી હતી (New chief Minister of Gujarat Bhupendra Patel) જોકે, આ સાથે જ નીતિન પટેલ (Nitin Patel)ની સરકારી રાજકીય કારકીર્દી પર પણ પૂર્ણ વિરામ આવી ગયું છે. સૌને નીતિન પટેલ મુખ્યમંત્રી બનશે તેવી આશંકાઓ હતી. દરમિયાન આજે સ્પષ્ટ થઈ ગયું છે કે નીતિન પટેલ પણ હવે સરકારમાં નહીં રહે. આ અંગે નીતિન પટેલ મહેસાણામાં બેટિંગ કરી છે. તેમણે કહ્યું ‘ફક્ત હું નહીં ભલ ભલા રહી ગયા છે, જનતાના હ્યદયમાંથી છું ત્યાંથી કોઈ કાઢી શકશે નહીં’

સાંજે મહેસાણામાં પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં આવેલા નીતિન પટેલે રોડના ખાતમહૂર્ત સહિતના વિકાસકાર્યોનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે મંચ પરથી તેઓ બોલ્યા, ‘ગઈકાલથી મીડિયામાં અનેક નામોને અટકળો ચાલી રહી હતી. લોકો મને કહે છે કે તમે રહી ગયા પણ ભાઈ ખાલી હું નહીં ભલભલા રહી ગયા છે. કેટલાયના નામો ચાલતા હતા એ રહી ગયા છે. જ્યાં સુધી હું તમારા હ્યદયમાં છું, જનતાના હ્યદયમાં છું, કાર્યકર્તાઓના હ્યદયમાં છું ત્યાંથી મને કોઈ કાઢી શકવાનું નથી. હું ત્યાં સદાય રહીશ’

નવા મંત્રી મંડળમાં કોણ એ તો મુખ્યમંત્રી અને કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે
નીતિન પટેલે મહેસાણામાં જણાવ્યું કે નવા મંત્રીમંડળમાં મારો સમાવેશ થશે કે નહીં તેનો નિર્ણય તો નવા મુખ્યમંત્રી કરશે. આ નિર્ણય મુખ્યમંત્રી કેન્દ્રીય નેતૃત્વને સાથે રાખીને કરતા હોય છે. હું નવા મંત્રીમંડળમાં નથી ત્યાં સુધી આવતીકાલે ભૂપેન્દ્ર ભાઈ શપથવિધિ લેશે ત્યાં સુધી હું વિજય ભાઈની સરકારનો નાયબ મુખ્યમંત્રી છું જેવા ભૂપેન્દ્રભાઈ શપથ લે તુરંત વિજયભાઈની સરકાર બરખાસ્ત થશે. હાલમાં તો હું મહેસાણાના ધારાસભ્ય તરીકે વિકાસકાર્યો કરવા આવ્યો છું.

નીતિન પટેલને મંત્રીમંડળમાં ન સમાવાય તો રાજ્યપાલ બનાવે તેવી આશંકા
દરમિયાન રાજકીય વર્તૂળોમાં ચર્ચા થઈ રહી છે કે નીતિન પટેલને આ સાથે નિવૃત્તિ આપવામાં નહીં આવે તેમને કોઈ પણ રાજ્યના રાજ્યપાલ તરીકે ઓફર આપવામાં આવશે. અગાઉ પણ તેમના નામની રાજ્યપાલ તરીકેની ચર્ચાઓ ઉઠી હતી પરંતુ જ્યારથી નીતિન પટેલે ગાંધીનગરમાં હિંદુત્વનું નિવેદન આપ્યું ત્યારથી તેઓ દેશ અને રાજ્યની મીડિયામાં ચર્ચાના ચગડોળે આવી ગયા હતા ત્યારે હવે નીતિન પટેલની મંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકેની કારકીર્દીનો અંત આવ્યો તે નક્કી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો