આવતાની સાથે જ નિર્લિપ્ત રાયનો સપાટો, જાણો અમદાવાદમાં શું કર્યું

અમદાવાદમાં ગુરૂવારે નવા આવેલા પોલીસ અધિકારીઓએ આવતાવેત જ કામ કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના પોલીસબેડામાં ફેરફાર થયા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની બદલી કરી દેવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની બદલી થતા શહેરના બુટલેગરમાં ફફડાટ ફેલાયો છે. ચાર્જ સંભાળતાની સાથે જ સાબરમતી વિસ્તારમાં કુખ્યાત બુટલેગરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

સાબરમતી વિસ્તારના બુટલેગર અજય છારાના દારૂના અડ્ડા પરથી 10 વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. એ પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા પણ અજય છારાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે આ પહેલા પણ વિદેશી દારૂના કેસમાં ઝડપાઈ ગયો છે. પણ આજ દિવસ સુધી સાબરમતીના PI તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હતી. આ ઉપરાંત સાબરમતી વિસ્તારમાં જુગાર માફિયા બાબુ દાઢી પણ જુગારના અડ્ડા ચલાવી રહ્યો છે. એની સામે પણ સાબરમતિ પોલીસે કોઈ પ્રકારની કામગીરી કરી ન હતી. સાબરમતી પોલીસ સ્ટેશનના વહીવટદાર હિતેન્દ્રસિંહ ચાવડાના આના પર ચાર હાથ છે.

એવી વિગત સામે આવી છે. સ્ટેટ મોનિટરિંગની ટીમે તરફથી એક ટીમે અજય છારા નામના બુટલેગર પર દરોડો પાડ્યો હતો. આ પહેલા પણ જ્યારે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે વિદેશી દારૂની પેટી પકડાઈ હતી. જાણે આ વિસ્તારમાં સાબરમતી પોલીસ સ્ટેશનના ચાર હાથ હોય એવું ચિત્ર હતું. પોલીસે કામગીરી કર્યા બાદ ફરી અહીં અડ્ડા શરૂ થયા હતા.

સાબરમતી વિસ્તારમાં અજય છારા અને બાબુ દાઢી જેવા બુટલેગર પોલીસની બીક વગર ખોટો ધંધો કરી રહ્યા છે. સાબરમતી પોલીસ મથકનો સ્ટાફ આવા બુટલેગરો છાવરી રહી હોય એવો માહોલ છે. સિંઘમ અધિકારી તરીકેની ઓઢખ ધરાવતા નિરલિપ્ત રાય દ્વારા આ કેસમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. હવે શું સાબરમતી PIપર પોલીસ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ અંગે પ્રજા ચર્ચા કરી રહી છે. જોકે, અમદાવાદના આ એક વિસ્તારની વાત નથી. અમદાવાદના અનેક એવા વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. જ્યાં સમયાંતરે આ પ્રકારની કામગીરી પોલીસ કરી રહી છે. પણ હવે ચર્ચા એવી પણ છે કે, સાબરમતી વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના PIનું શું થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો