નિપા અંટાળા અને દેવાંગી ધોળકિયાએ ‘ગ્લેમ બીસ એવોર્ડ’માં બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ જીતીને સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું

રાજકોટ: સુરતમાં આયોજીત ‘ગ્લેમ બીસ એવોર્ડ’માં શિલ્પા શેટ્ટીના હાથે ધોરાજીની નિપા અંટાળા અને ગોંડલની દેવાંગી ધોળકિયાને એવોર્ડ મળ્યો છે. નિરંકાર એક્ઝિબિશન દ્વારા સુરત ખાતે ઓલ ગુજરાત કોમ્પિટીશનનું આયોજન કરાયું હતું. આ બ્યુટી પાર્લરની કોમ્પિટિશનમાં દેવાંગી ધોળકીયા દ્વારા એક અને નિપા અંટાળા દ્વારા એક દુલ્હન તૈયાર કરવામાં આવી હતી. જેમાં બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ નિપા અંટાળા અને દેવાંગી ધોળકિયાને મળ્યો હતો. આ એવોર્ડ બોલીવુડ હિરોઇન શિલ્પા શેટ્ટીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ કોમ્પિટિશનમાં 99 જેટલા પ્રતિયોગીઓએ ભાગ લીધો હતો.

ધોરાજીની નિપા અને ગોંડલની દેવાંગીને ‘ગ્લેમ બીસ એવોર્ડ’માં શિલ્પા શેટ્ટીનાં હાથે એવોર્ડ એનાયત..

બંને યુવતીઓએ કર્યું સૌરાષ્ટ્રનું નામ રોશન :

ગોંડલની યુવતી દેવાંગી ધોળકીયા એ બીબીએ સુધીનો અભ્યાસ કરી જીપીએસસીની તૈયારીઓ પણ કરી હતી એ ઉપરાંત તેઓને મેકઅપ આર્ટિસ્ટ બનાવવાનો પણ શોખ હતો. ત્યારે આ એવોર્ડ મેળવતા પરિવારે ગૌરવ અનુભવ્યો હતો. દેવાંગીના પિતા ફર્નિચરનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. જ્યારે માતા ગોંડલમાં બ્યુટીપાર્લર ચલાવી રહ્યા છેં.

દેવાંગી એ આગામી દિવસોમાં સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ધોરાજીની નિપા અંટાળાએ જણાવ્યું હતું કે મને ગર્વ છે કે હું મારા સપનાને પુરૂ કરવાની સાથે રાજ્ય તેમજ જિલ્લા સાથે મારા ગામ ધોરાજીનું નામ પણ રોશન કર્યું છે.

બંને યુવતીઓને એક લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો.. 

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો