નીલાંશી પટેલે વધાર્યું દેશ અને ગુજરાતનું ગૌરવ, મળ્યું ગિનિસ બુકમાં સ્થાન

લીમ્કા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ બાદ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને અરવલ્લી જીલ્લાનું નામ ગુંજતું કરનાર ધો.૧૧ માં અભ્યાસ કરનાર નીલાંશીની ઊંચાઈ ૫.૨ ઇંચ છે. જ્યારે તેના માથાનાં વાળની લંબાઈ ૫.૭ ફૂટ (૧૭૦.૦૫ સે.મી) ધરાવે છે. વિશ્વમાં સૌથી લાંબા વાળ માટે નીલાંશીને ઇટાલીની રોમ ખાતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડના જજ ના હસ્તે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટેનું સર્ટિફિકેટથી નવાજવામાં આવી હતી. મોંગોલિયા ટીવી સ્પર્ધા માટે તેને માતા-પિતા સાથે ભાગ લેવા બોલાવી હતી ત્યારબાદ તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુક માટે આમંત્રિત કરાઈ હતી.

નીલાંશી પટેલ વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી છોકરી બની છે. તે ધોરણ 11માં અભ્યાસ કરે છે. નીલાંશીના વાળ 5.7 ફૂટ લાંબા છે. તેમજ નીલાંશીની ઉંચાઈ 5.2 ફૂટ કરતા પણ વાળની લંબાઈ વધુ છે. ઈટાલીના રોમમાં નીલાંશીને ગિનિસ બુકના અધિકારીઓએ સર્ટી આપ્યું છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની નીલાંશી પટેલે રાજ્યની સાથે સાથે દેશનું ગૌરવ વધાર્યું છે. નીલાંશી ધોરણ-11માં અભ્યાસ કરે છે. નીલાંશીએ તેના લાંબા વાળને કારણે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. 5.7 ફૂટ લાંબા વાળ બદલ નીલાંશીને મળ્યું છે.

છ વર્ષની ઉંમરે વાળ કપાવતી વખતે વાળ ખરાબ થઈ જતાં નીલાંશીએ ભવિષ્યમાં ક્યારેય વાળ નહીં કપાવવાનો નિર્ણય લીધો હતો. નીલાંશી અઠવાડિયામાં એક વખત તેના વાળને વોશ કરે છે. દરરોજ અડધો કલાક વાળ પાછળ માવજત માટે ફાળવતી હોવાની સાથે વાળ વધારવા માટે કોઈ પણ વિશેષ તેલ કે શેમ્પુ ઉપયોગ કરતી ન હોવાનું જણાવ્યું હતું. માથાના વાળ વધારવામાં તેની માતા કામિની બેન પટેલ અને પિતા બ્રિજેશ ભાઈ પટેલ સતત પ્રોત્સહન પૂરું પાડતા હોવાનું જણાવ્યું હતું.

નીલાંશી પટેલ ટેબલ ટેનિસમાં મોડાસા અને રાજ્યનું નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કર્યું હોવાની સાથે સ્કેટિંગ,સ્વિમિંગ,ચેસ અને વાંજીત્રો પણ વગાડી જાણે છે. સ્વિમિંગમાં લાંબા વાળમાં પાણી ભરાઈ જતું હોવાથી થોડી તકલીફ પડતી હોવાનું જણાવ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો