અમદાવાદની યુવતી લોકડાઉનમાં ફોન મંતરતા પ્રેમમાં પડી અને પછી તેણે કલ્પના પણ નહોતી કરી તેવું થયું, આખરે પોલીસ પાસે પહોંચી

કોરોનાના કારણે મહેનત કર્યા વગર જ વધારે રૂપિયા કમાઈ લેવા માટે થતી ગુનાહિત પ્રવૃત્તિના કિસ્સા વધી રહ્યા છે, આવામાં પ્રેમ જાળમાં ફસાવવાના કિસ્સાનો પણ સમાવેશ થાય છે. આવી જ એક ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતી સાથે બન્યું છે કે જેમાં તે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકડાઉન દરમિયાન ચિલોડાના એક યુવકના પ્રેમમાં ફસાઈ હતી. આ પછી ઘટના અંગે પરિવારના સભ્યોને જાણવા મળ્યું કે યુવક ધમકી આપીને રૂપિયા પડાવતો હતો તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવા માટે નિકોલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હવે પોલીસ દ્વારા આ કેસમાં તપાસ કરીને આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

નિકોલમાં રહેતી યુવતી પાછલા વર્ષે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરવા લાગી હતી, આવા સમયમાં તે ચિલોડામાં રહેતા એક યુવક સાથે વધારે વાતો કરવા લાગી હતી અને સમય જતા બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. એવામાં એક દિવસ યુવતીને માલુમ પડ્યું કે તેને પ્રેમ કરતો યુવક અન્ય યુવતીના પ્રેમમાં પણ છે, તો તેણે પ્રેમ સંબંધ તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો. બન્ને આ અંગે વાત કરીને છૂટા પડી ગયા હતા અને ફોન -મેસેજ કરવાનું પણ બંધ કરી દીધું હતું.

જોકે, એક દિવસ પ્રેમીનો ફોન આવ્યો અને તેણે યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. આ પછી પણ યુવતીએ ઈનકાર કરતા પ્રેમીએ તેને ડરાવવા ધમકાવવાનું શરુ કર્યું હતું. જેમાં પ્રેમી યુવતીના નાના ભાઈને મારી નાખવાની અને સગાઈ તોડવાની ધમકી આપતો હતો. ડરી ગયેલી યુવતીએ પ્રેમીને મળવા લાગી હતી. આ દરમિયાન પ્રેમી તેને શહેરની અલગ-અલગ હોટલમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

યુવતીની સગાઈ થઈ ગઈ હોવા છતાં તેનોપૂર્વ પ્રેમી બળજબરી પૂર્વક તેને હોટલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધતો હતો, આ બધાથી યુવતી ત્રાસી ગઈ હતી અને એક દિવસ પોતે ભરેલા પગલાના કારણે ભારે તકલીફ ભોગવવી પડતી હોવાથી તે ઘરમાં એક રૂમમાં જઈને રડવા લાગી હતી.

યુવતીને રૂમમાં ભરાઈને રડતી જોઈને તેના પરિવારના સભ્યોને ભારે આશ્ચર્ય થયું હતું. આ પછી તેમણે તેને સમજાવીને તેની સાથે વાત કરી તો માલુમ પડ્યું કે એક યુવક તેને ત્રાસ આપી રહ્યો છે. આ પછી પરિવારના સભ્યોની મદદ મળતા યુવતીએ નિકોલ પોલીસમાં તેને ત્રાસ આપતા ચિલોડાના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે આ કેસમાં તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો