ગિરનારની લીલી પરિક્રમાને લઈને સૌથી મોટા સમાચાર, ભાવિ ભક્તો 400 લોકોના જૂથમાં લીલી પરિક્રમા કરી શકશે

જૂનાગઢમાં લીલી પરિક્રમા કરવાની ભક્તોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ભાવિ ભક્તો 400ની મર્યાદામાં લીલી પરિક્રમા કરી શકશે. ઉલ્લેખનિય છે કે વનવિભાગ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં વનવિભાગ DCFએ ગઈકાલના રોજ કલેક્ટરને પત્ર લખ્યો હતો. તેથી આજે મોટી સંખ્યામાં યાત્રીકો એકઠા થયા હતા. તથા અનિચ્છનીય બનાવ બને તેવી ભીતિ હતી. તેથી તાત્કાલિક મેજીસ્ટ્રેટ કક્ષાના અધિકારીની ગેઈટ પર નિમણૂંક કરવા રજુઆત કરાઇ હતી.

ઉલ્લેખનિય છે કે ગિરનારની લીલી પરિક્રમાનો આજ રાતથી પ્રારંભ થશે. જેમાં રાત્રે 12 વાગે સાધુ-સંતો પૂજન કરીને પરિક્રમાનો પ્રારંભ કરશે, તંત્રએ 400 લોકોના જૂથમાં મંજૂરી આપી છે. જેને પગલે હજારો શ્રદ્ધાળુઓ ગીરનાર તળેટી આવી પહોંચ્યા છે અને પરિક્રમાના નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી રહ્યાં છે. પરિક્રમા કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટતા પોલીસ કોરોના નિયમોના અમલવારીને પગલે લોકોને દૂર ખસેડી, પરિક્રમાં ગેટથી લોકોને દૂર ખસેડાતા પોલીસનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો હતો.

દર વર્ષે કારતક સુદ અગિયારસથી કાર્તિક પૂર્ણિમા સુધી યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે ઓછા લોકો સાથે યોજાશે. સૌરાષ્ટ્રમાં આસ્થાનું કેન્દ્ર એવા જૂનાગાઢમાં કોરોના વાયરસનાં કારણે છેલ્લા બે વર્ષથી લીલી પરિક્રમાનું આયોજન કરી શકાયું ન હતું. ત્યારે આ વર્ષે કલેકટરની બેઠકમાં લીલી પરિક્રમાને મંજૂરી આપવામાં આવી છે. જો કે અગાઉ પરિક્રમાં દરમિયાન માત્ર 400 લોકો જ ભાગ લઈ શકશે તેમ જાહેર કરનામાં આવ્યું હતુ. તથા કોરોના ગાઈલ લાઈનનું પણ પાલન કરવાનું રહેશે. 

ઉલ્લેખનિય છે કે અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો અનુસાર પરિક્રમામાં માત્ર સાધુ સંતો જ જોડાઈ શકશે. પણ જૂનાગઢમાં જે લીલી પરિક્રમામાં દર વર્ષે હજારો લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેતા હતા. ત્યાં આ વર્ષે માત્ર 400-400 ના જૂથમાં લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો