પાટીદાર યુવાનોના સર્વાંગીય વિકાસ માટે વડોદરાના કરજણ ખાતે રૂા. 40 કરોડના ખર્ચે સરદારધામ ઊભું કરાશે

આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે દેશભરના પાટીદારોને એકત્રિત કરવા તેમજ માહિતગાર કરવા માટે મધ્યગુજરાત સરદારધામ દ્વારા રવિવારે નવલખી મેદાન ખાતે પાંચમા પ્રમોશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મોટા ફોફળિયાના એન.આર.આઇ ડૉ. કિરણ પટેલ દ્વારા પાટીદાર સમાજનાં છોકરા-છોકરીઓ માટે કરજણ ખાતે 40 કરોડના ખર્ચે સરદારધામ બનાવવાની જાહેરાત કરી હતી.

મધ્ય ગુજરાતમાંથી સાત નવા દાતાઓ 25 તેમજ 51 લાખનું દાન આપીને ટ્રસ્ટી તરીકે જોડાયા હતા. ‘એકતા સે સમૃદ્ધિ કી ઓર’ મિશનની સાથે વિશ્વ પાટીદાર સમાજ દ્વારા શરૂ કરાયેલલ બિન- રાજકીય સંસ્થા સરદારધામ દ્વારા ગત વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરાયું હતું, જેને સારો પ્રતિસાદ મળતાં જ આગામી વર્ષે એટલે કે 2020માં 3થી 5 જાન્યુઆરી સુધી ગાંધીનગર ખાતે ફરી વખત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે. આ સમિટમાં સમગ્ર વિશ્વમાંથી મોટી સંખ્યામાં પાટીદારો જોડાય તે માટે સરદાર ધામ સમિતિ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો શરૂ કરાયા છે. જેના ભાગરૂપે વડોદરામાં રવિવારે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મધ્ય ગુજરાતમાંથી પાટીદાર બિઝનેસમેનો, રાજકીય નેતાઓ અને નાગરિકો જોડાયા હતા.



પાટીદારો માટે 8 સિવિલ સર્વિસ સેન્ટર સાથે કરાર

પાટીદાર યુવક- યુવતીઓ સિવિલ સર્વિસીસની પરીક્ષા આપવા પ્રોત્સાહિત બને અને તેમને સારું એવું કોચિંગ મળી રહે તે માટે સરદારધામ દ્વારા રાજ્યભરમાં 8 જેટલી સંસ્થાઓ સાથે સિવિલ સર્વિસીસ સેન્ટર બનાવવા માટે કરાર કરવામાં આવ્યા છે. જ્યાં જઈને તેઓ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકશે.

પાટીદાર સમાજના બે પદ્મશ્રી કેન્દ્રમાં રહ્યા

કાર્યક્રમમાં પાટીદાર સમાજનું ગૌરવ એવા બે પદ્મશ્રી હાજર રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે અવિરત કામગીરી કરનાર ગણપત યુનિવર્સિટીના સ્થાપક ગણપત પટેલ તેમજ ખેતી ક્ષેત્રે સંશોધન કરનાર વલ્લભ મારવણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો