સરકાર બનાવી રહી છે નવા નિયમો: બાઇક પર 4 વર્ષ સુધીના બાળક માટે પણ હેલમેટ જરૂરી બનશે, બાઇકચાલક સાથે બાળક હશે તો 40 કિમીથી વધુ સ્પીડે નહીં ચલાવી શકાય
બાઇક ચાલકની સાથે જો ચાર વર્ષ સુધીનું બાળક પણ બેસેલું છે તો બાઇક 40 કીની વધુની સ્પીડે નહીં ચલાવી શકાય. બાળકોની સુરક્ષા બાબતે વિશેષ રીતે આ નિયમો બનાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ માટે પ્રસ્તાવ મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બાઇક પર સવાર 4 વર્ષની ઉંમરના બાળક માટે પણ હેલ્મેટ પહેરવું આવશ્યક છે જે તેમના માથાને બંધબેસે. સરકારે આ અંગે સૂચનો અને વાંધાઓ પણ માંગ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બાઇક પર સવાર 4 વર્ષની ઉંમરના બાળક માટે પણ હેલ્મેટ પહેરવું આવશ્યક રહેશે.
બાઇક પર સવાર બાળકોની સુરક્ષા માટે સેફ્ટી હાર્નેસ પણ જરૂરી
બાળક જે હેલમેટ પહેરશે તે ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા પણ મંજૂર પણ હોવું જોઈએ. આવું ન કરવા બાબતે બાઈકસવાર સામે કાર્યવાહી પણ થઈ શકે છે. આ બાબતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક ટ્વીટ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડ્રાઈવર સાથે બાળકને સુરક્ષિત જોડાયેલુ રાખવા માટે સેફ્ટી હાર્નેસ પણ જરૂરી છે.
જણાવીએ કે સેફ્ટી હાર્નેસ બાળકના શરીરના ઉપરના ભાગને બાઇક સવાર સાથે જોડીને સુરક્ષિત રાખવા માટેનું હોય છે, જેને બાળકને પહેરાવવામાં આવે છે. તે એડજસ્ટેબલ હોય છે, જેમાં એક જોડી સ્ટ્રેપ હોય છે જે સાથે જોડાયેલ હોય છે અને એક શોલ્ડર બેલ્ટ હોય છે, જેને ડ્રાઈવર પહેરે છે. આ રીતે બાળકના શરીરનો ઉપરનો ભાગ સુરક્ષિત રીતે બાઈકચાલક સાથે જોડાયેલો રહે છે.
Child pillion passengers aged between 9 months to 4 years must wear crash helmets. The speed of the motorcycle with the child up to age 4 years shall not be more than 40 kmph.
— Nitin Gadkari (@nitin_gadkari) October 26, 2021
કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને આ ડ્રાફ્ટ નિયમોનું મહત્વ અને જરૂરિયાત સમજાવી હતી. જેમાં જણાવાયું છે કે બાઈકચાલક સાથે બાળક પણ સવાર છે તો બાળકને સેફ્ટી હાર્નેસ પહેરાવવું પણ જરૂરી છે, આ સેફ્ટી હાર્નેસ બાળક અને બાઈકચાલક બંનેને જોડશે જેથી મોટરસાઈકલ ચલાવતી વખતે બાળક પડી ન જાય.
સેફ્ટી હાર્નેસ બાબતે કહેવામાં આવ્યું છે કે તે BISના તમામ નિયમો મુજબનું હોવું જોઈએ. વજનમાં હળવું અને એડજસ્ટ કરવા લાયક હોય. સાથે જ વોટરપ્રૂફ અને ટકાઉ પણ હોવું જોઈએ. મંત્રાલયે કહ્યું છે કે જો કોઈએ આ બાબતે સૂચન આપવું હોય કે વાંધો હોય તો ઇ-મેઇલ દ્વારા જણાવી શકાય છે.
વર્ષ 2019માં 11168 બાળકોના માર્ગ અકસ્માતમાં થયા મોત
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા મુજબ વર્ષ 2019માં દેશભરમાં થયેલા માર્ગ અકસ્માતોમાં 11168 બાળકોના મોત થયા હતા. જે અનુસાર એક દિવસમાં સરેરાશ 31 બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા જે માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુના 8 ટકા છે. ગયા વર્ષની સરખામણી આ આંકડો 11.94 ટકા વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..