ગાંધીનગરમાં ધારાસભ્યો માટે રૂ. 140 કરોડના ખર્ચે બનશે નવા ક્વાટર્સ, 9 માળના 12 ટાવર બનશે, જાણો કેવી હશે સુવિધા?
ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ધારાસભ્યો માટે રૂપિયા 140 કરોડના ખર્ચે અત્યાધૂનિક નિવાસસ્થાનો બનવા જઈ રહ્યાં છે. આગામી 28 ફેબ્રુઆરી, 2022ના રોજ નવા MLA ક્વાટર્સનું ભૂમિપૂજન કરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગર સેક્ટર 17 ખાતે 28 હજાર ચોરસ મીટરમાં રૂપિયા 140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે નવું નિવાસ સ્થાન તૈયાર કરાશે. આ માટે 9 માળના 12 ટાવર ઉભા કરવામાં આવશે. આ માટે 216 ચોરસ બિલ્ડ અપ એરિયામાં એક ક્વાટર્સ તૈયાર કરવામાં આવશે.
કેવી મળશે સુવિધા?
ધારાસભ્યો માટે બની રહેલા નવા આવાસામાં 4 બેડરૂમ, રીડિંગ રૂમ, હૉલ, કિચન, ડાઈનિંગ રૂમ ઉપરાંત ડ્રાઈવર માટેના રૂમની સુવિધા હશે. આ સિવાય MLA ક્વાર્ટરમાં બે ગાર્ડન, એડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન, વૉકિંગ ટ્રેક, પ્લે ગ્રાઉન્ડની સુવિધા આપવામાં આવશે.
જણાવી દઈએ કે, પાટનગરની સ્થાપના બાદ ધારાસભ્ય અને સરકારી કર્મચારીઓ માટે માર્ગ-મકાન વિભાગ દ્વારા સરકારી ક્વાટર્સ અલગ-અલગ કેટેગરી મુજબ બનાવવામાં આવ્યા હતા.
જૂના MLA ક્વાટર્સમાં આવેલા પાંચેક દાયકા જૂના ચાર બ્લોક જર્જરીત હાલતમાં થઈ ગયા હોઈ રહેણાંક માટે યોગ્ય નહીં હોવાથી તેને તોડી પાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..