પિતાજીને આપી અનોખી શ્રદ્ધાંજલી, પિતાની સ્મૃતિમાં ગામમાં બનાવ્યું સરોવર
મક્તુપુરનું હીરાભા દત્ત સરોવર, ગામ તળાવને અપાયેલું પ્રતીકાત્મક નામ હવે વાસ્તવિકતા બની ગયું છે. ગામના વતની રમેશભાઈ હીરાભાઇ પટેલે તેમના પિતા હીરાભાઈ અમથારામ પટેલની સ્મૃતિમાં સમાજને કંઈક પરત આપવાની ભાવના સાથે આ સરોવરનું નિર્માણ કરાવ્યું છે. જેનું બાંધકામ 22 સપ્ટેમ્બર, 17થી હાથ ધરાયું અને લોકાર્પણ હીરાભાની 3જી વાર્ષિક પુણ્યતિથિ તેમજ સ્વ. ઇચ્છાબાની 7મી માસિક પુણ્યતિથિ 14 ડિસેમ્બરે કોઈ રાજકીય હસ્તીના હાથે નહીં પણ એમના ભાઈ કાનજીભાઈ પટેલના હસ્તે કરાશે.
એક સમયે રાતના અંધારામાં ભયજનક લાગતા, ગામનો કચરો ઠાલવવાનું સ્થળ બની ગયેલા આ પૌરાણિક તળાવને રમેશભાઇ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પરથી પ્રેરણા લઇ પુનઃ નિર્માણ કરવાનું સપનું જોયું. જેને હીરાભા દત્ત સરોવર તરીકે વિકાસ કરી આજે આખરી ઓપ અપાઇ રહ્યો છે. તળાવનું પુન: નિર્માણ થતાં ગામલોકોને મનોરંજન હેતુ હવે ક્યાંય બહાર જવાની જરૂર નહીં પડે. તળાવને કાંઠે દત્ત મંદિર, અજય ગોલ્ડન બ્રિજ, ઇચ્છાબા પરબ, અમથાભા ગાર્ડન જિમ, મેનાબા પક્ષીઘર, જીવીબા ગ્રંથાલય, નિલેશ ક્રીડાંગણ, લેડીઝ- જેન્ટ્સ ટોયલેટ, પશાભા પથ.
સરોવરની ખાસ વાત
– 10 એકર જમીનમાં તૈયાર થયું છે
– 600 મીટર સરોવર ફરતે રોડ
– 95 લાખ લિટર પાણીની ક્ષમતા
– 08 મીટર સરોવરની ઊંડાઈ છે
– 2920 વૃક્ષોનું વાવેતર તળાવકાંઠે
ભરૂચના ગોલ્ડન બ્રિજ જેવો જ અજય ગોલ્ડન બ્રિજ
પટેલ રમેશભાઈ હીરાભાઈ પરિવાર બ્રિજ પરિવાર તરીકે પણ જાણિતો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજની પ્રતિકૃતિ સમાન અજય ગોલ્ડન બ્રિજ મક્તુપુરના આંગણે તૈયાર કરાયો છે. સસ્પેન્શનવાળો 42 મીટર લાંબો તેમજ 1 મીટર પહોળો આ બ્રિજ હાઇવે પર મુખ્ય પ્રવેશદ્વારના નાકે ઊભો કરાયો છે. જેનાથી આગંતુકોને આવન જાવનમાં કોઈ પરેશાની નહીં પડે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.