સૌથી મોટા સમાચાર: ભૂપેન્દ્ર પટેલ બન્યાં ગુજરાતના નવા મુખ્યમંત્રી, વિજય રૂપાણી અને નિતિન પટેલના આશીર્વાદ લીધા
વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે. હવે ધારાસભ્ય દળની બેઠકમાં રાજ્યના નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર કરાયું હતું.
મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા હતા. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. ધારાસભ્યોની બેઠક શરૂ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ આનંદીબેન પટેલના વિશ્વાસુ એવા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સરપ્રાઈઝિંગ એલિમેન્ટ જાળવી રાખતા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. માત્ર 12 ધોરણ પાસ ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે. તો ચાલો જાણીએ કોણ છે ગુજરાતના નવા નાથ.
મૃદુભાષી અને સૌમ્ય સ્વભાવ એ મુખ્ય ખાસિયત
2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા
પહેલી જ ચૂંટણીમાં મતોની જંગી સરસાઈથી જીત્યા, જે ગુજરાતમાં સૌથી મોટી લીડ
મેમનગર નગરપાલિકાના ચેરમેન બન્યા અને તે પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન
પાટીલના ઘરે નેતાઓની બેઠક
ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાન પર બેઠક બાદ નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. ભાજપના કાર્યાલય કમલમ પર સવારથી હલચલ વચ્ચે પોલીસની લગભગ 20થી વધારે ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી.
કમલમ્ ખાતે પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બહારથી આવતા તમામ લોકોનું સઘન ચેકીંગ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કમલમ ખાતે અત્યારે મીડીયા કર્મીઓનો જ જમાવડો દેખાઈ રહ્યો છે. ભાજપના એક પણ નેતા કમલમ ખાતે હાજર નથી માત્ર પ્રવકતા જ કમલમ ખાતે હાજર છે. મુખ્યમંત્રીની જાહેરાત માટેની તૈયારીના ભાગ રૂપે શુભેચ્છા પાઠવવા બુકે પણ મંગાવવામાં આવ્યા છે, જે કેટલાક લોકો લઈને કમલમ્ આવી રહ્યા છે.
જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ આજે ગુજરાત પહોંચી ગયા છે. વિજય રૂપાણીના રાજીનામાં બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક બોલાવાઈ છે, જેમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના અગાઉથી આપી દેવામાં આવી છે. બેઠક બાદ ભાજપ તરફથી ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
CMની રેસ માટે કોણ કોણ દાવેદાર?
રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્ર મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. જોકે શનિવાર સાંજ સુધીમાં ભાજપે બાજી ફરેવી છે. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ CMપદ માટે હુકમનો એક્કો બનશે. જ્યારે નીતિન પટેલ અને ગોરધન ઝડફિયાનું નામ પણ આ લિસ્ટમાં ચર્ચા રહ્યું છે. એવામાં હવે જોવાનું રહેશે કે પાર્ટી આ ચારમાંથી કોઈને CM બનાવે છે અથવા કોઈ નવો જ ચહેરો પ્રજા સમક્ષ લાવશે.
વિજય રૂપાણીના રાજીનામા બાદ CMના પદ માટે કેટલાક નામોમાં સી.આર પાટીલનું નામ પણ સામે આવ્યું હતું. જેના પર પાટીલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા બાદ કેટલાક નામો મુખ્યમંત્રીના પદ માટે હાલમાં ચર્ચામાં આવ્યાં છે. જેમાં એક નામ મારુ પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મારે સ્પષ્ટતા કરતાં કહેવું છે કે હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી. પાર્ટી જેને પણ મુખ્યમંત્રી બનાવશે તેની સાથે તેમજ વિજયભાઈની સાથે રહીને આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલો 182 સીટો મેળવવાનો ટાર્ગેટ પુરો કરીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..