શિયાળામાં ન કરવી જોઈએ આ 10 ભૂલો, નહીં તો સ્વાસ્થ્ય સારું થવાની જગ્યાએ થશે ખરાબ

શિયાળો સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ છે પણ કેટલાક લોકો આ સિઝનમાં એવી ભૂલો કરે છે કે ફાયદાની જગ્યાએ નુકસાન ભોગવવું પડે છે. જેથી આ સિઝનમાં કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે. તો જાણી લો શિયાળામાં કઈ 10 ભૂલો ન કરવી જોઈએ.

પાણી ઓછું પીવું

શિયાળામાં તરસ ઓછી લાગે છે. જેના કારણે પાણી ઓછું પીવાય છે. પણ તેના કારણે ડિહાઈડ્રેશનની પ્રોબ્લેમ થવા લાગે છે. જેના કારણે કિડની ડિસીઝ, ડ્રાય સ્કિન પ્રોબ્લેમ અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે.

વધુ ચા કે કોફી પીવી

આ મોસમમાં ચા કે કોફી વધુ પીવાથી બોડીમાં કેફીન અને શુગરની માત્રા વધી જાય છે. જે પછી બીમારીનું કારણ બને છે. વધુ ચા-કોફી પીવાની જગ્યાએ ગરમ દૂધ, ગ્રીન ટી અથવા ગરમ પાણી પીવો.

તડકાંમાં વધુ સમય રહેવું

આ મોસમમાં સ્કિન પ્રોટેક્ટ કરતાં મેલાનિનનું લેવલ અન્ય સિઝનની તુલનામાં ઘટી જાય છે. જેના કારણે 30 મિનિટથી વધારે તડકાંમાં રહેવાથી સ્કિન ટેનિંગની પ્રોબ્લેમ થવા લાગે છે.

વધુ સમય સુધી સૂવું

શિયાળામાં રાત લાંબી અને દિવસ નાના હોય છે. જેના કારણે વધુ સમય સૂવાથી નેચરલ ક્લોક ડિસ્ટર્બ થાય છે અને સવારે ઉઠવાનું શિડ્યૂલ બગડે છે. જેના કારણે કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સ થવા લાગે છે.

નાક અને મોઢું ઢાંક્યા વિના બહાર જવું

સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યૂ જેવી બીમારીઓના બેક્ટેરિયા અને વાયરસ ભેજયુક્ત અને ઠંડા વાતાવરણમાં પેદા થાય છે. જેથી નાક અને મોઢું ઢાંક્યા વિના સાંજે બહાર નીકળવાથી આ બેક્ટેરિયા આપણાં શરીરમાં પ્રવેશે છે જેના કારણે સીરિયસ હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે.

ગરમ કપડાં પહેર્યા વિના બહાર નીકળવું

શિયાળામાં ઘરની અંદરનો અને બહારનો તાપમાન અલગ હોય છે. એવામાં પ્રોપર ગરમ કપડાં પહેર્યા વિના બહાર નીકળવાથી કોલ્ડ, કફ, ફીવર અને ન્યૂમોનિયા જેવી બીમારી થવાનો ખતરો વધી જાય છે.

વધુ હોટ શાવરથી નહાવું

શિયાળામાં નવશેકા પાણીથી નહાવું જોઈએ. વધુ હોટ શાવર લેવાથી વાળ સફેદ, ડ્રાય અને ડલ થઈ શકે છે. સાથે સ્કિનમાં ખુજલી, રેડનેસ, ડ્રાયનેસ અને ક્રેકિંગની પ્રોબ્લેમ થઈ શકે છે.

વધુ કપડાં પહેરવા

ઠંડીને કારણે ઘણીવાર આપણે જરૂરથી વધારે ગરમ કપડાં પહેરીએ છીએ. જેના કારણે ગરમી લાગવા લાગે છે અને વધુ પરસેવો આવે છે. જેથી ઠંડી અને ગરમી લાગવાને કારણે શરદી-ખાંસીની પ્રોબ્લેમ થઈ શકે છે.

હાથ અને પગ હમેશાં ઢાંકીને રાખવા

હાથ અને પગ બોડીના એવા પાર્ટ છે જે બોડીનું ટેમ્પ્રેચર મેન્ટેન કરે છે. જેથી જો આપણે લાંબા સમય સુધી હાથ-પગને ઢાંકીને રાખીએ છીએ તો બોડીનું ટેમ્પ્રેચર બગડી શકે છે.

ક્રીમ અને લોશનનો ઉપયોગ

શિયાળામાં ડ્રાય સ્કિનની પ્રોબ્લેમથી બચવા માટે વધુ પ્રમાણમાં ક્રીમ અને લોશનનો ઉપયોગ કરવાથી સ્કિન પ્રોબ્લેમ્સ અને પિંપલ્સની પ્રોબ્લેમ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો