દિલ્હીમાં અનોખી પહેલ: 30 જગ્યાએ ‘નેકી કી દીવાર’ શરુ થઈ, લોકો ગરીબો માટે કપડાં મૂકીને જાય છે

સાઉથ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હીએ પોતાના વિસ્તારમાં 30 જગ્યાઓ પર ‘નેકી કી દીવાર’ શરુ કરી છે. આ જગ્યા પર લોકો ગરમ કપડાં મૂકીને જતા રહે છે, જે ગરીબોને ઠંડીમાં રાહત આપે છે. સાઉથ એસએમડીએ સુભાષ નગર, જનકપુરી, વિકાસપુરી અને હરિ નગર સહિત 30 જગ્યાએ આ કામ શરુ કર્યું છે, જેને સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે.

સવારે સ્થાનિકો કપડાં મૂકી જાય છે, જે સાંજ સુધીમાં ગરીબો જરૂરિયાત પ્રમાણે લઈ જાય છે

સૌ પ્રથમ ‘નેકી કી દીવાર’ સાઉથ એસએમડીમાં નવેમ્બર, 2018માં સુભાષનગર વિસ્તારમાં શરુ થઈ હતી. આ આઈડિયા બાબતે એસએમડી વેસ્ટ ઝોનના સુપ્રિડેન્ટ એન્જિનિયર રાજીવ જૈને કહ્યું કે, નેકી કી દીવાર પર લોકો તેમની ઈચ્છાથી કપડાં મૂકીને જાય છે,આ કપડાં સાંજ સુધીમાં ગરીબો લઈ જાય છે. કપડાં લેવા કે મૂકવા માટે કોઈ રૂપિયા ચૂકવવાના નથી. આ આઈડિયાથી બે ફાયદા થાય છે, એક કે જૂનાં કપડાં કચરામાં ફેંકાતા બચી જાય છે અને બીજું કે જરૂરિયાતમંદને શરીર ઢાંકવા માટે પૂરતાં કપડાં મળી જાય છે.

આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો