રાજકોટના શાપર વેરાવળમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: કપડા બદલતી પત્નીને જોતા પાડોશીઓને પતિએ આપ્યો ઠપકો, વેર વાળવા યુવાનોએ કરી નાંખી પરિણીતાની હત્યા

રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પડોશમાં રહેતા સોનુ અને શંભુ નામના શખ્સોએ અન્ય વ્યક્તિઓ સાથે મળીને પરપ્રાંતીય મહિલાની હત્યા કરી છે. મહિલાને લોખંડનો સળીયો માથાના ભાગે ઝીંકી તેની હત્યા નિપજાવવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ મથકમાં સોનું અને શંભુ સહિત ચાર જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના વતની અને હાલ રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં ખાનગી કંપનીમાં કામ કરતા અને ત્યાંની જ ઓરડીમાં રહેતા સબન કુમારી ચૌહાણ નામની પરણિતા પોતાના ઘરે રસોઈ બનાવતી હતી. આ સમયે પાડોશમાં રહેતા ઉત્તર પ્રદેશના સોનુ અને શભુ એ તેની પજવણી કરી હતી. તેમજ લોખંડના સળીયા વડે ઘા ઝીંકી પરિણીતાનું મોત નિપજાવ્યું હતું.

સમગ્ર મામલે કારખાને ગયેલા પતિએ ઘરે પરત આવતા જોયું તો પત્ની લોહીલુહાણ હાલતમાં હતી જ્યારે કે તેના સંતાનો રડતા હતા. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં શાપર વેરાવળ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ મહિલાની લાશને પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પીએમ અર્થે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.

સમગ્ર મામલે મૃતકના પતિએ પોલીસને જણાવ્યું છે કે, તેના લગ્ન મૃતક સાથે 6 વર્ષ પૂર્વે થયા હતા. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિએ પોલીસને જણાવ્યું છે કે, સોનુ અને શંભુ બાજુની જ કંપનીમાં કામ કરે છે. મારી પત્ની ગઈકાલે રસોઈ બનાવતી હતી તેમજ કપડાં બદલતી હતી. ત્યારે સોનુ ઓરડી ની બારી માં થી મારી પત્નીને ખરાબ નજરે જોતો હતો. આ સમયે મારી પત્નીએ તેને સમજાવ્યો હતો. તેમજ મને પણ ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ મારી પત્નીએ મને તમામ હકીકત કહેતા મે સોનુને પણ સમજાવ્યો હતો અને ત્યારબાદ તે પોતાના ઘરે જતો રહ્યો હતો.

જે બાદ હું મારા કારખાને જતો રહ્યો હતો. ત્યારે કારખાનેથી પરત આવતા મને જાણ થઈ કે સોનું અને શંભુ એ અન્ય લોકો સાથે મળીને મારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો