ગોરાઓને પોતાની ધૂન પર નચાવે છે અમદાવાદી યુવતી, જીવંત રાખી ભારતીય કળા

માત્ર 6 વર્ષની નાની ઉંમરથી ભરતનાટ્ટયમમાં ટ્રેનિંગ લેવાનું શરૂ કરીને આજે ભારતના આ વારસાને વિદેશમાં સાચવનાર નેહા પટેલ મૂળ અમદાવાદની છે. નેહા પટેલે અમદાવાદમાં બીએસસી તથા ભરતનાટ્ટયમમાં એમએ કર્યુ છે. નેહાએ શાસ્ત્રીય નૃત્યની તાલિમ અને દીક્ષા કલાગુરૂ શ્રીમતી કાશ્મીરાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ લીધી છે. એટલું જ નહીં, નેહાએ ગુજરાત તથા ભારતના અલગ અલગ પ્રાંતોના ભાતીગળ લોકનૃત્યોની તાલિમ પણ કલાગુરૂ પાસેથી મેળવી છે.

ક્લાસિકલ ભરતનાટ્ટયમ ડાન્સર નેહા પટેલ

વાઇબ્રન્ટ ગુજરાતમાં કર્યુ પર્ફોર્મ

– નેહા પટેલે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ, કાઇટ ફેસ્ટિવલ, ગરબા સ્પર્ધા, સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત લોકનૃત્ય સ્પર્ધાઓ, ગુજરાત યુનિવર્સિટી આયોજિત યુવક મહોત્સવ વગેરે કાર્યક્રમોમાં પણ ભાગ લીધો છે.

– નેહાએ ક્લાસિકલ ડાન્સમાં કરિયરની શરૂઆત વર્ષ 2004માં અમદાવાદમાં પોતાની સંસ્થા સર્જન નર્તન એકેડમી સાથે કરી હતી.

લંડનમાં પહોંચી કલા

– અમદાવાદમાં એકેડમીની શરૂઆત બાદ નેહા વધુ અભ્યાસ માટે લંડન સ્થાયી થઇ. અભ્યાસની સાથે સાથે ડાન્સ રસ ધરવાતી નેહાએ 2012 સુધી લંડનમાં અનેક સિદ્ધિ મેળવી છે.

– વર્ષ 2015થી નેહા લંડનના અલગ અલગ વિસ્તારોમાં ભરતનાટ્ટયમ, લોકનૃત્યો, ફિટનેસ વિથ ડાન્સની થીમ સાથે ઝુમ્બાલીકના વર્ગો ચલાવે છે.

– આ ક્લાસમાં 3 વર્ષથી 75 વર્ષ સુધીની વયના 300થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે.

બ્રેન્ટ કાઉન્સિલ તરફથી એવોર્ડ

– વિદેશમાં ભારતીય કલાને આ પ્રકારે જીવંત રાખવા બદલ લંડનની બ્રેન્ટ કાઉન્સિલ તરફથી મેયર ઓફ બ્રેન્ટે નેહાને કોમ્યુનિટી સ્પીરિટી એવોર્ડ આપ્યો હતો.

નેહાએ ક્લાસિકલ ડાન્સમાં કરિયરની શરૂઆત વર્ષ 2004માં અમદાવાદમાં પોતાની સંસ્થા સર્જન નર્તન એકેડમી સાથે કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો