પિતાના ઈલાજનો અને તેમના ભણવાનો ખર્ચ ઉપાડવા માટે બંને બહેનોને વાળંદનું કામ કરવું પડ્યું હતું

શેવિંગ બ્લેડ બનાવનારી કંપની ‘જિલેટે’ જાહેરાત દ્વારા સમાજ સામે એક પ્રેરણાત્મક સ્ટોરી સામે મૂકી છે. ઉત્તર પ્રદેશમાં બનવારી ગામમાં નાની ઉમંરની બે છોકરીઓ તેમની પિતાની વાળંદની દુકાન ચલાવે છે. વાળંદનું કામ કરીને આ બંને દીકરીઓ સમાજની રૂઢિને ચેલેન્જ કરે છે.

આ બંને છોકરીના નામ નેહા અને જ્યોતિ છે. તેમના પિતાને લકવો થઈ જતાં દુકાનની જવાબદારી બંનેએ પોતાના માથે ઉપાડી લીધી હતી. જયારે તેમના પિતા બીમાર પડ્યા, ત્યારે નેહા 11 વર્ષ અને જ્યોતિ 13 વર્ષની હતી. પિતાના ઈલાજનો અને તેમના ભણવાનો ખર્ચ ઉપાડવા માટે બંને બહેનોને વાળંદનું કામ કરવું પડ્યું હતું. નેહા અને જ્યોતિ આજે કોઈ મજબૂરીને લીધે નહિ, પરંતુ એક જવાબદારી સમજીને દુકાન ચલાવે છે. બંને છોકરા જેવા કપડાં પહેરે છે અને લોકોનના હેર કટ, ચંપી તથા શેવિંગ જેવા કામ કરે છે.

પિતાને લકવો થઈ જતા નેહા અને જ્યોતિએ નાની ઉંમરમાં જ તેમની હેર કટિંગની દુકાન સંભાળી લીધી.

શરૂઆતમાં ગામના લોકો બંને બહેનોના આ કામ પર ઘણા પ્રશ્નો ઉઠાવતા હતા, પરંતુ સમયની સાથે તે લોકોએ પણ નેહા અને જ્યોતિના કામને સ્વીકારી લીધું.

‘જિલેટ’ કંપની દ્વારા વિડીયો જાહેર કર્યા બાદ દેશભરના લોકો આ બહાદુર બહેનોના લોકો વખાણ કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ વખાણોમાં બોલિવૂડ સ્ટાર ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, રાધિકા આપ્ટે અને હેરસ્ટાઇલિસ્ટ આલિમ હકીમનું નામ પણ સામેલ છે.

એક્ટર ફરહાન અખ્તરે કહ્યું કે, બંને છોકરીઓ મારા દિલને સ્પર્શી ગઈ. તેમના પિતા અને ગામના લોકોને સલામ, જે લોકોએ તેમને સપોર્ટ કર્યો.

સ્વરા ભાસ્કરે લખ્યું કે, દુનિયા કોણ ચલાવી રહ્યું છે? બાર્બર શોપ ગર્લ્સ! મને નેહા અને જ્યોતિની સ્ટોરી વાંચીને ઘણી ખુશી થઈ, પરંતુ તેનાથી વધારે ખુશી આ વિડીયો શેર કરીને થાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો