ખેતરમાં કોઈ પણ પાકની વચ્ચે મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવાથી ઉત્પાદનમાં 30 ટકાનો વધારો આવે

દાડમ રોપ્યા બાદ છોડ ફળ આપી શકતા ન હોય.થોડા દિવસો પછી ફૂલ ખરવાની સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. વૃક્ષો પર સપ્ટેમ્બર-અંત આવતાજ ફૂલો આવવાની શરૂઆત થઇ હતી. પરંતુ ફળો લાગવાને બદલે ફૂલો ખરી પડે છે. ફૂલો કે પરાગરજના અભાવના કારણે સમસ્યા સર્જાય છે. પરાગરજ મધની મધમાખી અને અન્ય પરાગરજ વહન કરનારા જંતુઓ એક ફૂલના સ્ટેમેન (પુંકેસર )માંથી બીજાના સ્ટીગ્મા (સ્ત્રીકેસર )થી પરાગ લઇ જવા માટે પૂરતા નહોય જથી સમસ્યા પેદા થાય છે. પરાગનયન નહીં થતાં દાડમ જ નહીં કોઈપણ પાક અને ફળપાકના વૃક્ષો પર કોઈ ફલનીકરણની પ્રક્રિયા અને ફળ રચવાની પ્રક્રિયા થતી નથી. ખેતરમાં મધમાખી રાખવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે.

એક ફૂલથી બીજા ફૂલ પર પરાગરજ પહોંચાડે છે

ડુંગળી, કપાસ, તેલીબિયાં અને મોટાભાગના ફળો અને શાકભાજી જેવા વિરુદ્ધ રીતે પુષ્પપરાગથી ફલિત થતા પાક, પાંખવાળા જંતુઓ પર સંપૂર્ણપણે આધાર રાખે છે, જે મધ એકઠું કરવા માટે ઉડે છે, એ દરમિયાન, એક ફૂલથી બીજા ફૂલ પર પરાગરજ પહોંચાડે છે. “આ કાર્ય કરવા માટે મધમાખી શ્રેષ્ઠ અને અનુકૂળ હોય છે. પાકની ઉપજમાં આપણા આવા પ્રયોગો દ્વારા સરેરાશ 30 ટકાનો વધારો થયો છે. કપાસમાં 17-19 ટકાથી અને સૂર્યમુખીમાં 48 ટકા સુધી – જો સામાન્ય સ્થિતિમાં પણ ફલીકરણના તબક્કા દરમિયાન મધમાખીઓને કૃત્રિમ રીતે ખેતરમાં છોડવામાં આવે.”એવું પુણે સ્થિત સેન્ટ્રલ બી રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ (સીબીઆરટીઆઈ) ના મધમાખી સંશોધન નિષ્ણાત લક્ષ્મી રાવ જણાવે છે.

એક વાર ફળ લાગ્યા પછી, ખોખાને કાઢી નાખવામાં આવે છે અને એ પછી લેનારા પાકના ખેતરમાં લઈ જવામાં આવે છે, જ્યાં ફૂલો આવવાની તૈયારી હોય છે. વર્ષ દરમિયાન જુદા જુદા પાકના ફૂલો ખીલે છે. ઉનાળા અને ચોમાસાના મહિનાને બાદ કરતાં સતત માંગ રહે છે. એપીસ મેલિફેરા અથવા યુરોપીયન મધમાખી ઉછેર કરે છે, જે સામાન્ય રીતે મધ એકઠું કરવા અને ફૂલોની પરાગ રજ વહન કરવા માટે ચાર ચોરસ કિ.મી. ના વિસ્તારમાં મુસાફરી કરે છે. જંતુનાશક દવાઓનો અનિશ્ચિત ઉપયોગ રીતનો ઉપયોગ કરવામાં આવવાથી મધપૂડાઓનો વિનાશ થઇ રહ્યો છે. બદલામાં કૃષિ ક્ષેત્રમાં એક નબળા કૃષિ સંકટ વેઠવું પડ્યું છે. ખેડૂતો જયારે આજે પરાગ રજકણમાં “સહાયરૂપ ” રહે એ માટે મધપૂડાનાં ખોખાઓ ભાડે લે છે. એથી ઉત્તમ સાબિતી કોઈ નથી.

પરાગ વહન કરનાર કીટકોની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો

વ્યાપક રીતે થતો જંતુનાશકોના દ્રાવણનો વપરાશ અને એકલ પાક જે આબોહવા પરિવર્તનના પરિબળો સાથે જોડાયેલું છે. જેને લીધે કૃત્રિમ મધપૂડાના વપરાશનો વ્યવસાય વિકસ્યો છે. મહારાષ્ટ્રમાં, જ્યાં વ્યાવસાયિક રીતે મધમાખી ઉછેરનારાઓ હવે એક મહિના માટે ખોખાઓ રૂ.1000 થી રૂ. 3,000 માં ખેડૂતોને ભાડે આપે છે.

મધમાખી ઉછેર હવે પરાગરજ વહન એક ભાડેથી અપાતી સેવા

ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા કુટીર ઉદ્યોગ તરીકે મધમાખી પાલનને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે , જે અત્યાર સુધી મધ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. પરંતુ હવે, નવી માંગનો માર્ગ મધમાખી ઉછેર માટે ખુલ્યો છે – પરાગરજ વહન એક ભાડેથી અપાતી સેવાના રૂપમાં. ફૂલો પાંગરવાની મોસમ દરમિયાન મધપૂડાનાં ખોખાઓ એક મહિનો અથવા તેથી વધુ સમય સુધી રાખવામાં આવે છે.

ટ્રિગો અને મેલિફેરા મધમાખીનો ઉપયોગ

ટ્રિગોના મધમાખીઓની ઓછી કાળજીની જરૂર હોય છે, પરંતુ એની જરૂરિયાત એક એકર દીઠ ત્રણ ખોખા હોય છે. ઉપરાંત, મેલિફેરા મધપૂડો ત્રણ વર્ષ સુધી ટકી શકે છે અને ટ્રિગોના મધપૂડો દર વર્ષે ફરીથી બનાવવાની જરૂર પડે છે.(અહેવાલ-ભાવિક પંચાલ)

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો