નવસારીના શિક્ષકને ટ્રેનમાં TTEએ દંડના પૈસા લઈને રસીદ ન આપતા ચાલું ટ્રેને રેલવે મંત્રાલયને ટ્વિટના માધ્યમથી જાણ કરી, ત્વરિત રીપ્લાય મળતા TTE વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ

રેલવેમાં ટિકિટ વગરના યાત્રીઓ પાસે મોટી રકમ વસૂલી રસીદ ન આપી રેલવે મંત્રાલયને લાખોનો ચૂનો ચોપડતા ભ્રષ્ટાચારી TTE વિરુદ્ધ નવસારીમાં રહેતા એક શિક્ષકે રેલવે મંત્રાલયને ટ્વીટના માધ્યમથી જાણ કરી હતી. શિક્ષકે સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરીને રેલવે કર્મચારીને સસ્પેન્ડ કરાવ્યો છે. ટ્વિટરના માધ્યમથી રેલવે મિનિસ્ટ્રીને હરકત અંગે જાણ કરતાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરતા જ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

નવસારીના વિજલપોર ખાતે રહેતા શિક્ષક સુરેશ પાટીલ બે દિવસ અગાઉ જલગાવ થી સુરત આવવા માટે પ્રેરણા એક્સપ્રેસ ટ્રેનમાં વગર ટિકિટે બેઠા હતા. જેમાં TTE દ્વારા ટીકિટની માંગણી કર્યા બાદ તેમને સમગ્ર હકિકત જણાવી હતી અને દંડની રકમ ભરવા માટે પણ તૈયારી બતાવી હતી. 550ના દંડ સામે 300માં તોડ કરવા TTE ભેરવાયા હતા અને TTEએ પૈસા લઈને દંડની પાવતી ન આપી જણાવ્યું હતું કે, હું બધું સેટીંગ કરી લઈશ તમે ચિંતા ના કરો અને ત્યારબાદ તે ગાયબ થઈ ગયો હતો. આ સમગ્ર હકીકતની જાણ સુરેશ પાટીલે રેલવેના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર કરી હતી. જેના પ્રતિસાદરૂપે થોડા સમયમાં જવાબ આપી રી ટ્વીટ કરી કાર્યવાહી થશે તેવું કહેવામાં આવ્યું હતું.

પ્રેરણા એક્સપ્રેસ સુરત આવતાની સાથે જ રેલવેના અધિકારીઓએ ફરિયાદી સુરેશ પાટીલ અને TTE ધનરાજ જાદવની પૂછતાછ કરી હતી. જેમાં તે દોષિત સાબિત થયો હતો. ત્યારબાદ સુરતની CMI ઓફિસથી ફરિયાદી યુવાનને રસીદ બનાવીને આપવામાં આવી હતી.

ફરિયાદી સુરેશ પાટીલ D-4 કોચમાં ચડ્યા હતા. ત્યારે TTEની ટ્રેનના D-4 કોચમાં નોકરી ન હતી પરંતુ તે ગેરકાયદેસર રીતે અન્ય કોચમાં ટિકીટ વગરના યાત્રીઓ પાસે પૈસાની વસૂલી કરી રહ્યો હતો તેવી પણ હકીકત સામે આવી હતી. સુરત રેલવે સ્ટેશન પર ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસ થઇ રહી હતી તે સમયે TTE એ ફરિયાદીને ધમકાવ્યો હતો કે, હું તને કોરોનાના કેસમાં ફસાવી દઈશ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો