નવસારીમાં વિધર્મી યુવકે નામ બદલી 14 વર્ષની સગીરાને મોહજાળમાં ફસાવી, પોલ ખૂલતાં ચપ્પુની અણીએ દુષ્કર્મ ગુજાર્યું

નવસારીના એક ગામમાં વિધર્મી યુવાને નામ બદલીને સગીરા સાથે ફ્રેન્ડશિપ કરી હતી. એ બાદ તેની સાથે શરીરસંબંધ બાધ્યો હતો. જોકે સગીરાએ યુવાનનું ઈન્સ્ટા આઈડી માગતા વિર્ધમી યુવાનની પોલ ખૂલી હતી. ત્યાર બાદ સગીરાએ યુવાન સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડી હતી. જોકે વિધર્મી યુવાને ઉશ્કેરાઈને ચપ્પુની અણીએ સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ સમગ્ર બાબતની જાણ સગીરાનાં માતા-પિતાને થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી વિધર્મી યુવકની ધરપકડ કરી છે.

નવસારીના એક ગામમાં ધો.8માં ભણતી વિદ્યાર્થિની સાથે લાલુ નામ ઓળખ બતાવી વિધર્મી યુવાન હુસૈન વોરાએ યુવતીને વાતોમાં ભોળવીને શરૂઆતમાં ફોનનંબરની આપ-લે કરી હતી. એ બાદ મેસેજથી વાતચિત શરૂ કરી હતી. વાતચીતથી શરૂ થયેલો પ્રેમ શારીરિક સંબંધ સુધી પહોંચ્યો હતો. ત્યારે સગીરાએ વિધર્મી યુવાનનું ઇન્સ્ટાગ્રામ આઈડી માગ્યું હતું.

જેમાં સગીરાએ પ્રોફાઈલ ચેક કરતાં યુવાનનું નામ લાલુ નહીં, પરંતુ હુસૈન વોરા હોવાનું ખૂલ્યું હતું, જેથી સગીરાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી તેમજ સગીરાએ વિધર્મી યુવાન સાથે સંબંધ રાખવાની ના પાડી હતી, જેથી ઉશ્કેરાયેલા યુવાને ચપ્પુની અણીએ યુવતી સાથે સંબંધ બાંધ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલો ખેરગામ પોલીસ મથકે પહોંચતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ​​​​​​કોરોનાકાળને કારણે બાળકોનું ભણતર ન બગડે એ માટે ઓનલાઇન અભ્યાસનો પ્રારંભ કરાયો હતો, પરંતુ એનાં જોખમી પરિણામો પણ સામે આવી રહ્યાં છે, જે માતા-પિતા માટે જોખમી પુરવાર થઈ શકે છે. આવો જ એક કિસ્સો ખેરગામ તાલુકામાં પ્રકાશમાં આવ્યો હતો.

ખેરગામમાં એક પરપ્રાંતીય પરિવાર 17 વર્ષથી વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કોરોનાને કારણે સ્કૂલ બંધ હોવાથી આ પરિવારની ધો.8માં ભણતી 14 વર્ષની પુત્રી મોબાઇલ પર ઓનલાઇન અભ્યાસ કરતી હતી. આ દરમિયાન ગત નવરાત્રિના બે દિવસ પહેલાં મોબાઇલ પર ટેક્સ્ટ મેસેજ અને ઈન્સ્ટાગ્રામ આઇડી પરથી હુસૈન વોહરાના નામથી ટેક્સ્ટ મેસેજ આવતાં પરિવાર ચોંકી ઊઠ્યો હતો.

આ બાબતે પુત્રીની પૂછપરછ કરતાં તેણે ડરના માર્યા જણાવ્યું હતું કે ગત તા.20-1-2021ના રોજ ગેરેજ પાસે મારી તેની સાથે મુલાકાત થઈ હતી. એ વેળા તેણે પોતાનું નામ લાલુ હોવાનું કહી મારી સાથે ફ્રેન્ડશિપ કરી હતી. એ પછી ફોન નંબરની આપ-લે કરતાં પ્રેમસંબંધ બંધાયો હતો. બાદ કિશોરીના ઇન્સ્ટાગ્રામની આઇડી માગતાં કિશોરીએ નંબર આપતાં તેણે મેસેજ કર્યો હતો, પરંતુ મેસેજ કરતાં આઇ.એમ.હુસૈન વોહરા નામ હોવાનું હતું.

પરિવારની હત્યા કરવાની ધમકી આપી
ત્યારે કિશોરીએ કહ્યું હતું કે તું વિધર્મી યુવાન છે, એટલે તારી સાથે હું પ્રેમસંબંધ નહીં રાખી શકું, આથી હુસૈન મનોહર વહોરા (રહે., પટેલ ફળિયા, હાર્ડવેરની ગલીમાં, ખેરગામ)ની પોલ ખુલ્લી પડી જતાં તેણે ચપ્પુ કાઢી કિશોરી અને તેના પરિવારની હત્યા કરવાની ધમકી આપી હતી, જેથી ગભરાઈ ગયેલી કિશોરીએ પ્રેમસંબંધ જારી રાખ્યો હતો.

4થી 5 વખત દુષ્કર્મ ગુજાર્યો
ત્યાર બાદ હુસૈન મનોહર વોહરાએ કિશોરીનાં માતા-પિતાની ગેરહાજરીમાં તેના જ ઘરમાં મહિનામાં 4થી 5 વખત આવીને દુષ્કર્મ ગુજાર્યું હતું. દીકરીની વાત સાંભળીને જ પરિવારના પગ તળેથી જાણે ધરતી ખસી ગઈ હતી અને આબરૂ જવાના ડરથી પહેલા તો પરિવારે ફરિયાદ નોંધાવી ન હતી. પરિવારે પુત્રી પાસેથી ફોન લઈ પુત્રીને બહાર એકલી જવા દેતો ન હતો. ત્યાર બાદ તા.20-11-2021ના રોજ પરિવાર બહાર ફરવા જવાનો હતો.

આ દિવસે જ હુસૈન વોહરા વેપારીની દુકાન પાસે આંટાફેરા મારતાં પુત્રી પાસે વેપારીએ ફોન કરાવ્યો હતો અને હુસૈન વોહરાને કહ્યું હતું કે તું આંટાફેરા મારવાનું બંધ કરી દે. આજથી આપણો સંબંધ ભાઈ-બહેનનો જ રહેશે, આથી સાંજના પાંચ વાગ્યાના અરસામાં હુસૈન વોહરા ઘરમાં ચપ્પુ લઈ ધસી આવ્યો હતો.

પરિવારને ધમકી આપી કહ્યું હતું કે તેે મારી છે અને મારી જ રહેશે. હું તેની સાથે લગ્ન કરવાનો છું. જો તેમ નહીં થાય તો હું ચપ્પુ વડે બધાને મારી નાખીશ. બાદ આ પરિવાર બહારથી ફરીને તારીખ 26 નવેમ્બરે પાછો ફર્યો હતો. એ પછી પણ ધમકી આપવાનું ચાલુ રાખતાં ખેરગામ પોલીસમથકમાં પોક્સો એક્ટ હેઠળ હુસૈન વોહરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, આથી બીલીમોરાના સર્કલ પોલીસ-ઇન્સ્પેક્ટર કે.એલ.પટણીએ વધુ તપાસ હાથ ધરી છે.

પરિવારે ઇજ્જત બચાવવા આત્મહત્યાનો વિચાર કર્યો હતો
હિન્દુ સંગઠનના સભ્ય દ્વારા સમગ્ર મામલે પરિવારનો સંપર્ક કરી તેમને પોલીસ કેસ કરવા માટે સમજાવ્યા હતા અને હિંમત આપી હતી. ત્યારે મહેન્દ્ર રાજપૂત નામના ગોસેવા દળના પ્રમુખના જણાવ્યા મુજબ આવા વિધર્મી યુવકોને પોલીસે સખત પાઠ ભણાવીને સજા કરવી જોઈએ, જેથી બીજી કોઈ વખત આવી અન્ય સગીરાઓને નામ બદલીને ફસાવતાં પહેલાં વિધર્મી યુવાનો બે વખત વિચાર કરે. પરિવારે પોતાની ઇજ્જત બચાવવા એક સમયે આત્મહત્યા કરવા પણ વિચાર કર્યો હતો. ત્યારે અમારા સંપર્કમાં આવતાં તેમને સમજાવીને પોલીસ કેસ કરવા માટે સમજાવ્યા હતા.

​​​ઈન્ચાર્જ જિલ્લા નાયબ પોલીસ અધીક્ષક કમલ લિમ્બાચિયાના જણાવ્યા મુજબ, ખેરગામ ખાતે રહેતી સગીર વયની યુવતી સાથે વિધર્મી યુવાને શરીરસંબંધ બાંધ્યા બાદ અસલ નામની પોલ ખૂલી ગઈ હતી, જેથી યુવતીએ સંબંધ રાખવાની ના પાડતાં યુવાને ચપ્પુની અણીએ તેની સાથે સંબંધ બાંધ્યો હતો, જેને લઈને પરિવારે ફરિયાદ આપતાં તે યુવાનની ધરપકડ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો